Home »Gujarat »Div-Daman City» Lifesaving Insurance Plan Will Not Begin Until The End Of February Cards

દાનહમાં સંજીવની વીમા યોજના કાર્ડ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરાશે

Bhaskar News, Selvas | Feb 08, 2017, 00:26 AM IST

  • દાનહમાં સંજીવની વીમા યોજના કાર્ડ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરાશે,  div-daman city news in gujarati
સેલવાસ:દાનહ ખાતે સંજીવની વીમા યોજના કાર્ડ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શરૂ કરાશે હોવાની જાણકારી મળી છે જેને લઇ ટેન્ડરિંગ પ્રોસેસ પણ હાથ ધરાઈ છે. દાનહ ખાતે સંજીવની સ્વાસ્થ વીમા યોજના પ્રદેશ વાસીઓને આરોગ્યને લઇ થતા ખર્ચમાં મોટી રાહાત રૂપ સાબિત થઇ છે સેંકડો લોકોએ સ્થાનિક હોસ્પિટાલીથી લઇ બીજા રાજ્યોની નામી હોસ્પિટલોમાં સંજીવની વિમાનો લાભ લીધો છે જોકે ચાલુ વર્ષે આ વિમાન કાર્ડ રીન્યુ ન થતા લોકો મૂંઝવણમાં મુકાયા હતાં. દાનહ ખાતે 44 હજાર જેટલા પરિવાર સંજીવની કાર્ડ ધારકો છે જેમાં 164920 જેટલા લોકોના આરોગ્યને લગતો 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કવર કરાય છે.
 
સંઘપ્રદેશ દાનહમાં 44 હજાર જેટલા પરિવાર સંજીવની કાર્ડ ધારકો

જોકે ગત જાન્યુઆરી મહિનામાં સંજીવની વીમા કાર્ડ રીન્યુ કરવાની પ્રોસેશ શરૂ કરાઈ હતી. ચાલુ વર્ષે આ પ્રોસેશ લેટ થતા લોકો દુવિધામાં મુકાયા હતાં. દાનહ પ્રશાસક પ્રફુલભાઇ પટેલે લોકોના આરોગ્યને લઇ સારી સેવા મળી રહે એ હેતુથી તાતકાલી ધોરણે વીમા કાર્ડ રીન્યુ કરવા માટે ટેન્ડરિંગ કરવાના આદેશ આપ્યા છે ગત વર્ષે દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે ગત વર્ષે 7588 સંજીવની કાર્ડ ધારકોએ અલગ અલગ ખર્ચ રૂપે ભરવા પડતા 85 લાખ કરતા વધુની રકમ વીમા કંપનીએ ભરી લોને મફત સેવાઓ મળી હતી. એજ પ્રમાણે વાપી,સુરત, અમદાવાદ, રાજકોટ,ઉના, મહુવા અને મુંબઈની નામી હોસ્પિટલો ખાતે રીફર કરાયેલા દરદીઓને 3.14 કરોડ રૂપિયા સુધીના અલગ અલગ કેશોમાં લાભ મળવા પામ્યો છ.
 
મોટા ભાગના દરદીઓ ગરીબ આદિવાસી તેમજ બીજા અન્ય લોકો હતા પ્રદેશના લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લઇ શકે એ માટે પણ અનેક કાર્યક્રમો યોજાઈ રહયા છે આવતા 15-20 દિવસમાં સંજીવની સ્વાસ્થ વીમા યોજના કાર્ડ રીન્યુ થશેની માહિતી દાનહ હેલ્થ ડાયરેક્ટર દ્વારા મળી છે.સંઘપ્રદેશ દાનહ બહુધા આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંના રહીશો મોટી બીમારીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકતા નથી. આ યોજના થકી આદિવાસીઓને મોટો ફાયદો થતો હોવાના કારણે તેઓ આ યોજના અંતર્ગત મળતા લાભો લેતાં હોય છે.સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પણ આયોજનાનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. એવા સંજોગોમાં દાનહ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે જૂના કાર્ડો રિન્યુ કરી આપે અને નવા કાર્ડો ઇશ્યૂ કરાય તેવી માગણી ઉઠવા પામી છે. જેથી કરીને આદિવાસી લોકો આ યોજનાનો મહત્મ લાભ લઇ શકે.
 
નવા કાર્ડ માટે આશા વર્કર દ્વારા સરવે શરૂ કરાયો
 
સંજીવની સ્વાસ્થ વીમા યોજનાના કાર્ડ રીન્યુ કરાવવા લોકો આવી રહયા છે પણ કંઇક કારણ સર ચાલુ વર્ષે આ કાર્ડ રીન્યુ કરવામાં મોડું થયું છે પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પ્રશાસકના દિશાનિર્દેશ મુજબ અમે ટેન્ડર પ્રોસેશ હાથ ધરી છે જલ્દી લોકો પોતાના વીમા કાર્ડ રીન્યુ કરાવી શકશે એની સાથે પ્રદેશમાં બાકી રહી જતા લોકોનું સર્વે પણ અમારા આરોગ્ય વિભાગની આશા વર્કરો કરી રહયા છે.જેઓ પાસે આ વીમો નથી તેવા લોકોને પણ સામીલ કરાશે. - ડો. વી.કે. દાસ, ડાયરેક્ટર હેલ્થ દાનહ
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lifesaving insurance plan will not begin until the end of February Cards
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended