Home »Gujarat »Div-Daman City» Germany Introduced A False Photos Tourism Promotion

સેલવાસ: જર્મનીમાં પર્યટન પ્રમોશનના ખોટા ફોટા રજૂ કરાયા

Bhaskar News, Selvas | Mar 11, 2017, 00:11 AM IST

  • સેલવાસ: જર્મનીમાં પર્યટન પ્રમોશનના ખોટા ફોટા રજૂ કરાયા,  div-daman city news in gujarati
સેલવાસ:દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે અધિકારી જર્મનીના બર્લિન સીટી ખાતે બન્ને પ્રદેશના પ્રમોશન  માટે અધિકારી ગયા છે પણ દુનિયા ભારથી આવતા લોકો સામે જમાં દાનહના પર્યટન વિસ્તારના ફોટો સાથે નામો ખોટા પ્રદર્શિત કરાયા છે. દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે વર્ષે દિવસે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે પ્રમોશન માટે અધિકારીઓ લાખોના ખર્ચે દેશ વિદેશ જતા હોય છે જેને લઇ હાલ  ITB જર્મનીના બર્લિન સીટી ખાતે ચાલી રહેલા મેળામાં દુનિયા ભરના દેશો પોતપોતાના વિસ્તારોના પ્રમોશન માટે સ્ટોલ લઇ પ્રચાર કરતા હોય છે.
 
દિવ, દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે બેઠકમાં અધિકારી જર્મની ગયા હતા
દિવ,દમણ અને દાનહ આમ બન્ને પ્રદેશના પ્રમોશન માટે  સેક્રેટરી ટુરિઝમ દમણ આઇપીએસ વિક્રમ મલિક ગયા છે જ્યા બન્ને સ્ટોલ પર રખાયેલા ફોટો  પાર ખોટા નામો દેખાઈ આવ્યા છે દુનિયાભરમાં ફરવા નીકળતા લોકો નેટના માધ્યમથી જેતે દેશના વિસ્તારોની માહિતી મેળવતા હોય છે અથવા આવા મેળાઓમાં જાણકારી મેળવતા હોય છે તેવા સમયે ખોટી માહિતી દર્શાવતા ફોટો બન્ને પ્રદેશના આંતરાષ્ટ્રીય સ્તરે મજાકનો વિષય બની રહ્યાંહોય એમ જણાઈ આવ્યું છે  દાનહના બેડપા ગામ ખાતે કોઈપણ પર્યટન સ્થળ નથી જ્યા સિંહનો ફોટો રખાયો છે બીજી તરફ સેલવાસ ખાતે આવેલ નક્ષત્ર વન ગાર્ડનના ફોટો ઉપર વાસોણા  લાઈન સફારી લખ્યું છે એજ પ્રમાણે દૂધની ખાતેના ફોટો પર નક્ષત્ર ગાર્ડન લખાયું છે આવી ભૂલ દુનિયાભરના લોકો આવતા હોય એવી જગ્યાએ થાય એ બન્ને પ્રદેશના અધિકારીઓ માટે હાસીને પાત્ર બનવાજેવી ઘટના છે સરકારી ખર્ચે અધિકારીઓ વિદેશોમાં જઈ ફક્ત મજા કરતા હોય એ સ્પષ્ટ જણાઈ આવ્યું છે.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Germany introduced a false Photos Tourism Promotion
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended