Home »Gujarat »Div-Daman City» Daman Youth Kidnapped Case, 4 Arrested Belt From Umargam

દમણના યુવાનનું અપહરણ કરનારા 4 ઉમરગામથી ઝડપાયા

Bhaskar News, Daman | Dec 30, 2016, 01:44 AM IST

  • દમણના યુવાનનું અપહરણ કરનારા 4 ઉમરગામથી ઝડપાયા,  div-daman city news in gujarati
દમણ:ગઈ 26 ડિસેમ્બરના રોજ દમણના સોમનાથ ખાતે આવકાર બિલ્ડીંગમાં રહેતા મૂળ રાજસ્થાની એવા દિનેશ હંતારામ ચૌધરી ઉંમર 23નું તેઓના સબંધી મનાતા ઉંમરગામ ખાતે રહેતા 2 ઇસમો દ્વારા કારમાં આવી અપહરણ કરીગયા હતા.આ ઘટનામાં પોલીસે ઉમરગામથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અપહરણનો ભોગ બનેલા યુવાનનો હજીસુધી કોઇ પત્તો લાગ્યોનથી જેના કારણે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
દમણના ડાભેલ સોમનાથ ખાતે બનેલી અપહરણની આ ચકચારી ઘટનામાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગત 26 ડિસેમ્બરે અહીના એક રાજસ્થાની યુવાન દિનેશ ચૌધરીનું અપહરણ થયું હતું. 
 
દિનેશ ચૌધરીનું 26 ડિસેમ્બરે જાણીતા લોકોએ અપહરણ કર્યું હતું
 
તેજ દિવસે અપહરણનો ભોગ બનેલા દિનેશના ભાઇ   સુરેશ હંતારામ ચૌધરીએ દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં  તેમનો ભાઈ  દિનેશ હંતા રામ ચૌધરીને આરોપીઓ ગૌવિંદ ભલારામ ચૌધરી, મોહન તેજારામ ચૌધરી, બન્ને રહે પંચવટી લોજીગ બોર્ડીગની સામે, બીજા માળે, ગાંધીવાડી ઉમરગામ ગુજરાત અને બે અન્ય અજાણ્યા ઈસમો મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર નં જીજે-15-સીએફ-4038 માં અપહરણ કરી ગયા છે. પોલીસે આ અંગે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂકરી હતી.આ ગુનામાં પોલીસે આરોપીઓને પકડી પાડવા અને અપહરણનો ભોગ બનેલા યુવાનને હેમખેમ છોડાવવા સઘન તપાસ હાથધરતા ખાનગી રાહે બાતમી મળીહતી જેના આધારે પોલીસે તેઓના મોબાઈલ ટ્રેસ કરતા જાણવા મળેલું કે, આ આરોપીઓ સુરત તેમજ ઉંમરગામ વિસ્તાર ખાતે છે.

દમણના ઇન્ચાર્જ  આઈજીપી કમ એસપી મેઘના યાદવ તથા એસડીપીઓ રવિન્દરકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ નાની દમણ પોલીસ સ્ટેશન એસએચઓ, પી.આઈ ભરત પુરોહિ‌ત, ડાભેલ આઉટ પોસ્ટ ઈન્ચાર્જ ઉદય આર.કાલે, હેડ કોન્સ્ટેબલ ભાઈદાસ સોલંકી અને હેડ કોન્સ્ટેબલ પ્રમેશ સોલંકીની અલગ અલગ  ટીમ બનાવી સુરત, રાજસ્થાન, ઉંમરગામ તેમજ દમણ વિસ્તારમાં  રવાના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 28  ડિસેમ્બરે  આરોપીઓ  ગોવિંદ ભલારામ ચૌધરી , ઉ.વર્ષ. 23. રહે. ઉમરગામ, મોહન તેજારામ ચૌધરી, ઉ.વ.24 રહે મૂળ પાલી, રાજસ્થાન , પુષ્કર, રામલાલા પ્રજાપતી ઉ.વ. 26 રહે ઉમરગામ તથા  રાજારામ પુનારામ દેવાસી, ઉ.વર્ષ. 26 રહે ઉમરગામને કાર નં જીજે-15-સીએફ-4083 સાથે ઉમરગામ ખાતેથી ઝડપી પાડ્યા હતા.આ ચારેય આરોપીઓને દમણ પોલીસ સ્ટેશન લાવી  પુછપરછ કરતા તેઓએ પોતાનો  કબુલ  કર્યો છે પરંતુ જેનું અપહરણ કરવામાં આવ્યુ હતું તે દિનેશ ચૌધરીનો કોઇ અતોપત્તો ન લાગતા કે આરોપીઓએ તે બેબેત કોઇ ફોડ ન પાડતા તેના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daman youth kidnapped Case, 4 arrested belt from Umargam
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended