Home »Gujarat »Div-Daman City» Daman Introduction Dunethani Public Outrage Peaked

પ્રશાસન બાળકોના ભવિષ્ય માટે જાહેરાતો સિવાય કંઇ કરતુ નથી

Bhaskar News, Daman | Feb 05, 2017, 00:15 AM IST

  • પ્રશાસન બાળકોના ભવિષ્ય માટે જાહેરાતો સિવાય કંઇ કરતુ નથી,  div-daman city news in gujarati
દમણ:નાની દમણ દુનેઠા પંચાયત ખાતે આજે ગ્રામસભા યોજાઇ હતી જેમા ફરી લોકોનો આક્રોશ જોવા મળીયો હતો. લોકો કહે છે કે પંચાયતને ટેકસ આપીએ છે તો તેનુ શુ ફાયદો , કોઇ કામ તો થતા નથી. ફકત કામોની જાહેરાતો થાય છે પણ અમલીકરણનો અભાવ છે. દુનેઠા પંચાયત ખાતે યોજાયેલા ગ્રામસભામાં હાજર લોકોએ દુનેઠા પંચાયતની હદ વિસ્તારની તમામ સમસ્યાઓ એક પછી એક જણાવી હતી જેમા પાણીની ભારે તંગી મોટો મુદો રહયો હતો. લોકોના જણાવ્યા અનુસાર પ્રશાસનને દરેક બિલ્ડીંગના બાંધકામની પરવાનગી આપવા પેહેલા વોર્ટર હાર્રવેસ્ટીંગનુ નિમાર્ણ કરવામા આવ્યુ છે કે નહી તેની તપાસ કરવી જોઇએ.
 
પંચાયતને ટેકસ આપીયે છે પણ તેનુ શુ કાયદો, કામ થતા નથી
દમણના દુનેઠાની ગ્રામસભામાં લોકોનો આક્રોશ ચરમસીમાએ
 
પાણીનુ સંગ્રહ થશે તો જ ભવિષ્યમાં પાણી મળી રહેશે. પીડબ્લયુડી વિભાગ કોઇનુ સંભાળતુ નથી. પાણી પુરવઠો પણ પીડબ્લયુડી પાસે હોવાથી અધિકારીઓ લોકોની સમસ્યાને ગંભીરતાથી લેતા નથી અને ગઠતા નથી. રસ્તાઓ, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા કયારે મળશે એવો સવાલ લોકોએ ઉભા કરવામા આવ્યા હતા. ચૌમાસામાં ઠેર ઠેર પાણીનો ભરાવો થાય છે. ચૌમાસા પેહેલા પ્રિ-મોન્સુન કામગીરી થતી નથી.
શાળામાં બાળકોને રમવા માટે મેદાન નથી. મેદાનના અભાવે બાળકોનો શારીરીક વિકાસ થતો નથી.

શારીરીક અને માનસીક વિકાસ બાળકોનુ થવુ ઘણુ અગત્યનુ હોય છે. પ્રશાસન બાળકોના ભવિષ્ય અને વિકાસ માટે ફકત વિવિધ જાહેરાતો કરે છે પણ તેનુ અમલીકરણ થતુ નથી. કોઇ પણ યોજના સાકાર નથી.દુનેઠા પંચાયતમાં સ્ટ્રીટ લાઇટોનો પણ અભાવ છે. લોકોને અંધારામાં રહેવુ પડે છે. લોકો કહે છે કે સંરપચ પાસે ખિલ્લી લગાડવાનો પણ અધિકાર નથી તો પછી કેવી રીતે વિકાસ થશે. દુનેઠા પંચાયત પાસે પૈસા તો છે પણ વાપરવાની સત્તા નથી. પાણીની તકલીફ વધતી રહે છે તેથી ટેન્કરની સુવિધા પુરી પાડવી જોઇએ. અધિકારી પ્રેમજીભાઇ મકવાણાએ જણાવ્યુ કે સફાઇ અભિયાન અંતર્ગત પ્રશાસનનો દરેક પંચાયતોને ભારપુર્વક આગ્રહ છે કે પંચાયતો પાસે મજુરો છે તો પછી પંચાયતના હદ વિસ્તારનુ પુર્ણ સફાઇ થવી જોઇએ. ગામડાઓ પણ શેહરની જેમ ચોખા લાગવા જોઇએ. દરેકે સ્વચ્છતા ઉપર ધ્યાન આપવુ પડશે.
 
રસ્તા અને ગટર બનાવવા પહેલા જમીન સંપાદન કરો
 
પંચાયત વિસ્તારમાં રસ્તા અથવા ગટરનુ બાંધકામ કરવુ હોય તો પેહેલા જમીન સરકારના નામે કરવી પડશે, ત્યારબાદ સરકાર જમીન જે તે પંચાયતને સોપશે ત્યારેજ બાંધકામ શકય બનશે. 2015 માં પ્રશાસનને એક ઓર્ડર બાહર પાડીને દમણની તમામ 11 પંચાયતોને ઉપરોકત નિયમનુ પાલન કરવાનો હુકમ કરવામા આવ્યો છે.>પ્રેમજી મકવાણા,અધિકારી, ગ્રામસભા,દુનેઠા
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daman Introduction dunethani public outrage peaked
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended