Home »Gujarat »Div-Daman City» Competitors Participate Boat Race With 56 Liberation Day Celebrated In Diu

દીવમાં 56માં મુકિતદિનની ભવ્ય ઉજવણી, હોડી સ્પર્ધામાં સ્પર્ધકો ઉમટયાં

Bhaskar News, Diu | Dec 22, 2016, 03:01 AM IST

દીવ:સંઘ પ્રદેશ દીવમાં 56માં મુકિત દીનની શાનદાર ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત દીવ ફેસ્ટીવલ-2016નાં બીજા દિવસે પદ્મભુષણ સ્પોર્ટ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રીનાં મેગા ઇવેન્ટમાં સિંગર શન્ની જાદવ, અલપી કંસારા તેમજ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાનનાં ડુપ્લીકેટ જુનીયર આર્ટીસ્ટો દ્વારા પ્રખ્યાત આલબમ અને બોલીવુડનાં પ્રખ્યાત ગીતો રજુ કરેલ. જયારે ટીવી શો ધ ગ્રેટ લાફટર ચેલેન્જથી પ્રસિધ્ધ થયેલ કલાકાર નવીન પ્રભાકરે જોકસ કરી પ્રેક્ષકોને ભરપેટ હસાવ્યા હતા.

આ મેગા ઇવેન્ટમાં દીવ-દમણનાં પ્રશાસક પ્રફુલ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ અને દીવ-દમણનાં 56માં મુકિત દિન નિમિતે પ્રજાને હાર્દિક શુભેચ્છા પાઠવેલ. ફેસ્ટીવલ ઉજવણી અંતર્ગત આજરોજ ત્રીજા દિવસે સવારે ક્રોસ કંટ્રી રેસ, રોક રેસ, લીંબુ-ચમસી અને રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્થાનિક સ્ત્રી-પુરૂષોએ ઉમંગભેર ભાગ લીધો હતો. ત્યારબાદ સાંજે 3-00 કલાકે તરણ સ્પર્ધા અને કોડી સ્પર્ધા યોજાઇ હતી.
 
તસવીર જોવા આગલની સ્લાઇડ પર ક્લિક કરો...
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Competitors Participate Boat Race with 56 Liberation Day Celebrated in Diu
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended