Home »Gujarat »Div-Daman City» College Does Not Accept Cash Fees, Student Rush In Banks At Selvas

સેલવાસ: કોલેજે રોકડથી ફી ન સ્વીકારતા બેંકોમાં વિદ્યાર્થીઓનો ધસારો

Bhaskar News, Selvas | Jan 19, 2017, 01:41 AM IST

  • સેલવાસ: કોલેજે રોકડથી ફી ન સ્વીકારતા બેંકોમાં વિદ્યાર્થીઓનો ધસારો,  div-daman city news in gujarati
સેલવાસ:દાનહમાં સરકારી વિભાગો કેમાંશલેશ પદ્ધતિ અપનાવતા બેંકોમાં લોકોની કતાર વધી રહી છે લોકો કેશલેશ તરફ વળી રહયા છે પણ સરકારી કચેરીઓમાં યોગ્ય શુવિધા નહોવાથી અનેક લોકો સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ લાંબી કતારમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. દાનહને કેશલેશ બનાવવા પ્રશાસન પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે બીજી તરફ સરકારી તમામ વિભાગો પ્રથમ કેશલેશ બનવાની હોળમાં ઉતાર્યા છે જેને લઇ જેતે વિભાગે કેશ સ્વીકારવાની નાપાડી દેવાઈ છે
 
પ્રશાસનનું કેશલેસ અભિયાન સરકારી વિભાગોમાં નિષ્ફળ
દાનહની સરકારી કોલેજમાં કેશલેસ સિસ્ટમજ નથી

બીજી તરફ લોકોની નાની મોટી રકમની સરકારી ફી ચેકથી લેતા નથી તેમજ અનેક વિભાગો પાસે સ્વેપિંગ મશીન પણ નથી આજે સેલવાસ દેના બેંક ખાતે કોલેજના વિદ્યાર્થીઓની મોટી ભીડ જોવા મળી હતી લોકો કેશલેશ તરફ વળી રહયા છે પણ સરકારી વિભાગો પાસે પૂર્ણ તૈયારીઓનો અભાવ છે જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સેલવાસ દેના બેંકમાં 3 કેશ કાઉંટર છે એક જમા કરવા અને બીજા બે રોકડ આપવા માટે કુલ 20 કર્મચારીઓનો સ્ટાફ00 છે બેંકમાં રોજ 1500 જેટલા ચેક ક્લિયરન્સમાં આવત હોય છે. નોટ બંધી બાદ કેશલેસ તરફ લોકો વળવા તૈયાર છે.

શુવિધાનો અભાવ દરેક સરકારી વિભાગમાં જણાઈ આવ્યો છે. જેમાં છેલ્લા 2 મહિનાથી કામે લાગેલા બેંક કર્મચારીઓની ઊંઘ હરામ થઇ રહી છે. સેલવાસ દેના બેંકમાં હાલ બચત ખાતામાં અઠવાડિયે રૂપિયા 24 હજાર અને ચાલુ ખાતામાં લિમિટ વધારી 1 લાખની કરાઈ છે. અહીં રોજ ખાતામાં રૂપિયા જમા કરવા આવતા લોકની સંખ્યા 100 જેટલી છે. તેની સામે ઉપાડ માટે 800 જેટલા લોકો આવી રહ્યા છે. એની સાથે બીજા અન્ય કામો માટે કુલ 3500 કરતા વધુ લોકો બેંકમાં રોજ આવી રહ્યા છે. જેની સામે બેંકમાં ટોટલ 20 કર્મચારીઓની સંખ્યા છે.

બીજીતરફ બુધવારે સેલવાસની APJ અબ્દુલ કલામ કોલેજના 1600 વિદ્યાર્થીઓ બેંકની લાઈનમાં ઉભારહેવા મજબુર બન્યા છે. જોકે બેકમાં ભરવા માટેના ચલણ કોલેજ દ્વારા છાપીને આપતા વિદ્યાર્થીઓને થોડી રાહત થઇ છે. પણ જો કેલેજ દ્વારા રોકડ ફી ન સ્વીકારીને કેશલેસ પોલીસી અપનાવવી હોય તો ચેક દ્વારા પણ ફી વસુલી શકાય તેમ છે. એ પણ કેશલેસનોજ એક ભાગ છે. જ્યાંસુધી સરકારી વિભાગો અને ખાનગી ક્ષેત્રમાં સ્વાઇપ મશીન જેવા કેશલેસના સાધનોની સુવીધા ન વસાવાય ત્યા સુધી કેશલેસ પોલીસી દાનહમાં નિરર્થક પુરવાર થશે અને લોકો હેરાન થશે.દાનહના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ હાલમાં તો દાનહની સરકારી કોલેજના વિદ્યાર્થીઓની પરેશાની તાત્કાલિક રાહે દુર થાય તેવા પ્રયત્નો હાથ ધરે તેવી વિદ્યાર્થીઓની માગ છે.
 
કોલેજમાં ચેક પણ સ્વીકારતા નથી
 
અમે સેલવાસ ખાતે આવેલ APJ અબ્દુલ કલામ કોલેજ ભાણીએછીએ અગાવ અમારી ફી કોલેજમાં લેવાતી હતી કેશલેશ થવાના કારણે ફી ભરવા પહેલા ચલણ ફરી દેના બેંકની લાઈનમાં ઉભા છે અહીં પણ અમારે ચલણ સાથે રોકડ ભરવાની છે તો આજ ફી કોલેજમાં લેવાયતો સારું ચેક લેતા નથી સ્વેપિંગ મશીન નથી તો અમારે કરવું શું ? અમારું ભણતર બગાડી કોલેજેથી આવ્યે છીએ જે રોકડ કોલેજમાં ભરી રહયા હતા એ હવે બેંકોની લાઈનમાં ઉભારહી ભરવા પડી રહી છે કેશલેશનુંતો ખબર નથી પણ લાઈનમાં ઉભા રહેવાનું એક બીજું કામ વધી ગયું છે. - પ્રિયંવદા તિવારી , બીએની વિદ્યાર્થીની  APJ અબ્દુલ કલામ કોલેજ સેલવાસ
 
 સરકારી વિભાગોમાં 100 મશીન આપવાના બાકી
 
બેંકમાં રોજ 3500 કરતા વધુ લોકો આવે છે જે અલગ અલગ કામેથી આવતા હોય છે હાલ સેલવાસની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ચલણ ભરી રોકડ જમા કરાવવા આવી રહયા છે એ જોતા અમે એક કાઉંટર વિદ્યાર્થીઓ માટે આજે ઉભું કર્યું છે સટાફ ઓછો છે અને કામ વધુ છે પણ હજુ કોઈ ખાસ ફરિયાદ લોકો તરફથી મળી નથી અમારી પાસે 200 કરતા વધુ સ્વપિન્ગ મશીન સરકારી અલગ અલગ વિભાગોમાં માગ્યા છે જેમાંથી અમે 105 જેટલા મશીન આપી ચુક્યા છે હજુ બીજા 100 મશીનો આપવાના બાકી છે જેની પૂરતી જલ્દી કરાશે. - ચંદ્રમોહન સૈની, સિનયર મેનેજર દેના બેંક સેલવાસ
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: College does not accept cash fees, Student rush in banks at Selvas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended