Home »Gujarat »Div-Daman City» Build Rs 15.54 Crore Crematorium Waiting For Inauguration In Silvassa

સેલવામાં બન્યું 13 હજાર સ્કવેર મીટરમાં ફેલાયું સ્મશાન, ખર્ચ 15 કરોડ

Bhaskar News, Silvassa | Apr 21, 2017, 03:38 AM IST

  • દમણ ગંગા નદી કિનારેનું આધુનિક સ્મશાન તૈયાર કરાયું
સેલવાસ:સેલવાસનું 15.54 કરોડનું આધુનિક સ્મશાન લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન જવાબદારી કોણ લેશેની મુંજવણમાં જણાઈ રહ્યું છે.

દમણ ગંગા નદીકિનારેનું સ્મશાન તૈયાર કરાયું સ્મશાન

સંઘ પ્રદેશ દાનહના મુખ્ય મથક સેલવાસમાં એક યોગ્ય સ્મશાનનો અભાવ હતો. સામાજિક સંસ્થા અને કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા દમણ ગંગા નદીકિનારેનું સ્મશાન તૈયાર કરાયું હતું. જ્યાં હાલ અંતિમ સંસ્કાર કરાય રહ્યો છે. નક્ષત્ર વન નજીક આધુનિક સ્મશાન છેલ્લા 3-4 મહિનાથી બનીને તૈયાર થઇ ચૂક્યું છે. રૂ. 15.54 કરોડના ખર્ચે આ સ્મશાનમાં 60-70 કિલો લાકડાના એક શબનું અંતિમ સંસ્કાર કરી શકાય એવી આધુનિક વુડન ફેરનેસ સગડી છે.

13 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં બનાવાયું આધુનિક સ્મશાન

એક ઇલેટ્રીક એક ગેસની સગડી પણ બનાવાઈ છે એની સાથે શબને સ્નાન કરવા તેમજ ધાર્મિક વિધિ માટેની વ્યવસ્થા પાર્કિંગ તેમજ શુંદર સ્મૃતિ વન ગાર્ડન તૈયાર થઇ ચુક્યો છે. આ આધુનિક સ્મશાન કુલ 130178 સ્કવેર મીટર વિસ્તારમાં બનાવાયું છે. હજુ સુધી આ સ્મશાનની PDA પાસેથી જવાબદારી લેવા સેલવાસ પાલિકા આગળ આવી નથી. જેને લઇ લોકો હેરાન થઇ રહ્યા છે.

જૂની સ્મશાન ભૂમિમાં કોઇ સુવિધા નથી

હાલમાંજ મારી માતાનું અવસાન થયું હતું. સેલવાસના જૂની સ્મશાન ભૂમિમાં કોઈ સુવિધા નથી. અંતિમ સંસ્કાર વિધિમાં આવતા લોકો માટે બેસવાનીકે પીવાના પાણીની કોઈ સુવિધા નથી. લાકડા પણ બહારથી લાવવા પડે છે. જોકે દાનહ પ્રશાસને કરોડો રૂપિયા ખર્ચી નવું સ્મશાન તૈયાર કર્યું છે તો હજુ કોની રાહ જોવાઈ રહી છે એ સમજાતું નથી. - બંકીમભાઇ પાઠક, આગેવાન બ્રાહ્મ સમાજ સેલવાસ
 
સ્મશાનગૃહની તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Build Rs 15.54 Crore Crematorium Waiting For Inauguration in Silvassa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended