Home »Gujarat »Div-Daman City» Boat Turning Near Dadra Nagar Haveli, 5 Man Death Daman

દાદરા નગર હવેલી પાસે મોડી રાત્રે બોટ પલટી ખાતા 24 લોકો ડૂબ્યાં, 5નાં મોત

Chetan Mehta, Sillvasa | Mar 29, 2017, 11:16 AM IST

વાપી/સેલવાસ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જાણીતા પ્રવાસન સ્થળ દૂધનીમાં મંગળવારની સાંજે બનેલી કરૂણાંતિકામાં મહારાષ્ટ્રથી દાનહ  ફરવા આવેલાા   34 થી વધુ સહેલાણીઓ ભરેલી ટૂરિસ્ટ બોટ અકસ્માતે દમણગંગા નદીમાં પલટી જતા બોટમાં સવાર સહેલાણીઓ પૈકી   તરવૈયાઓએ   5 ના મૃતદેહ બહાર કાઢ્યા  હોવાની માહિતી મળી રહી છે. જ્યારે  કેટલાકને  ગંભીર હાલતમાં નદીમાંથી બહાર કાઢીને નજીકની ખાનવેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
 
મૃતકમાં  આધેડ વયની એક મહિલાનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા  મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં કુલ 5ના મોત  નીપજ્યા હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતા જ સેલવાસ  ફાયર બ્રિગેડના જવાનો,એસપી પ્રમોદ કુમાર મિશ્રા, આરડીસી  શિવમ  ટીટોડીયા સહિત પ્રશાસનના અધિકારી ઘટના સ્થળે ધસી ગયા છે અને રેસ્ક્યુ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ  દાનહમાં મહારાષ્ટ્રથી જૈન પરિવાર ફરવા માટે આવ્યો હતો.આ પરિવારના 34થી વધુ સહેલાણીઓ ખાનવેલ રિસોર્ટમાં રોકાયાં હતાં.મંગળવારે સાંજે અહીંના જાણીતા પ્રવાસન સ્થળ દુધનીમાં આ તમામ સહેલાણીઓ એક ખાનગી રિસોર્ટની બોટમાં  સવાર  થઇને દુધની જળાશયમાં ફરી રહ્યા હતા.
  દમણ ગંગા નદી પર બનેલા મધુબન ડેમ્પના ડુબાણવાળો ગણાતો  એવો દુધની જળાશયનો વિસ્તાર ઘણો ઊંડો છે. પલટી જતા બોટમાં સવાર 24થી વધુ સહેલાણીઓની ચીંશથી વાતાવરણમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.ઘટનાને નજરે જોનારા દુધનીના સ્થાનિક તરવૈયાઓ તુરંત આ સહેલાણીઓને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા.જે બોટમાં આ સહેલાણીઓ સવાર હતા તે બોટની કેપેસીટી 20ની હતી .છતા બોટમાં 24 જેટલા સહેલાણીઓને સમાવવામાં આવતા બોટ પલટી ગઇ હોવાનું અનુમાન છે.તરવૈયાઓ દ્વારા કેટલાક સહલાણીઓને નદીમાંથી બહાર કાંઢી ખાનવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાક લોકોની મોડી રાત્રે શોધખોળ ચાલી રહી છે. 

મોડી રાત્રે મળતી માહિતી  મુજબ આ ઘટનામાં 5 ના મોત થયા હોવાનું જાણવા  મળી રહ્યુ છે. જેમાં પલ્લવી પ્રકાશ શાહ ઉ.વ.65,વિપીન શાહ 68,પન્ના કેતન શાહ 60 ,સુનીતા  પ્રેમચંદ્ર કોઠારી  62, વીણા કમલ ભોલા નો સમાવેશ થાય છે. જ્યારે  અન્ય 4 સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. આ સહેલાણીઓમાં મોટાભાગના સિનિયર સિટીઝન છે.      
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
 
 
 
 
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: boat turning near dadra nagar haveli, 5 man death Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended