Home »Gujarat »Div-Daman City» 2 Lakh Coins Deposited At Selvas Dena Bank

સેલવાસ દેના બેંકમાં રૂ.10ના 2 લાખના સિક્કા જમા થયા

Bhaskar News, Selvas | Jan 07, 2017, 01:12 AM IST

  • સેલવાસ દેના બેંકમાં રૂ.10ના 2 લાખના સિક્કા જમા થયા,  div-daman city news in gujarati
સેલવાસ:RBI મુંબઈ દ્વારા જાહેરાત 10 રૂપિયાનો સિક્કો હજુ ચલણામાં બંધ નહિ કરાયની જાહેરાત કરી તમામ બેંકોને તાકીદ કરાઈ છેકે સિક્કાનું ચલણ યથાવત છે 10 નો સિક્કો બંધ થવાની અફવા કારણે સેલવાસ દેના બેંકમાં 2 લાખના સિક્કા લોકોએ જમા કરાવ્યા બેંક કર્મચારીની મુસીબત વધી જવા પામી છે ગત અઠવાડિયે કેટલીક બેંકોએ કંઈક કારણસર 10ના સિક્કા લેવાની નાપાડતા લોકોમાં એક અફવાનો માહોલ ગરમાયો છેકે 10 ના સિક્કાનું ચલણ બંધ થઇ રહ્યું છે વાયુ વેગે અફવા ફેલાતા લોકો 10ના સિક્કા બેંકોમાં જમા કરાવવા લાગ્યા હતા

દાનહમાં પણ રૂ.10ના સિક્કા ન ચાલતા હોવાની અફવા જોરમાં

એક તરફ RBI દ્વારા બેંકોને પૂરતી રોકડ મળી નથી રહી હજુ બેંકો સામે લોકોની કતાર યથાવત છે એની સાથે 10ના સિક્કા બંધ થયાની અફવાએ બેંક કર્મચારીઓનું કામ વધારી દીધું છે સેલવાસ દેના બેંકમાં 2 લાખ રૂપિયાના 10ના સિક્કા જમા થતા કર્મચારીઓની મથામણ વધી ગઈ છે .એજોતા RBI સંચાર વિભાગ કેન્દ્રીય કાર્યાલય મુંબઈ દ્વારા એક અખબારી યાદીમાં જાહેર કરાઈ છે જેમાં જનતાને અપીલ કરાઈ છેકે, રૂપિયા 10ના સિક્કા કાયેદસરના ચલણમાં સ્વીકારવાનું ચાલુ રાખી શકશે.  રિઝર્વ બેંક ભારત સરકારે  બહાર પાડેેલા સિક્કા ચલણમાં મૂકે છે આવા સિક્કાની ખાસ લાક્ષણિકતા હોય છે. અવારનવાર  ડિઝાઇનના સિક્કાઓ વખતો વખત અલગ અલગ આર્થિક સામાજિક અને સાંકૃતિક થીમને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેછે.

સિક્કાઓ ચલણમાં વધુ વખત ચાલે છે તેથી અલગ અલગ ડિઝાઇનના અને આકારના સિક્કાઓ એકજ સમયે ચલણમાં હોય છે. આવો એક ફેરફાર જુલાઈ 2011માં રૂપિયાના નિસાનનો કરવામાં આવેલો. ઉદાહરણ તરીકે રૂપિયા 10ના સિક્કા રૂપિયા ચિન્હ સાથે અને તેટલાજ દરાના સિક્કા આવા રૂપિયાના ચિન્હ વગર પણ ચલણમાં છે .આ બંને પ્રકારના સિક્કા કાયદેસર ચલણ તરીકે વિનિમય માટે સમાન રીતે ચાલુ છે પછી તે બંનેમાં થોડો દેખાવામાં તફાવત હોય શકે.
 
 કેટલાક લોકો  ઓછી  ધરાવતા કે માહિતી વગરના વ્યક્તિઓ આવા સિક્કાઓની ખરાપણા પર શંકા ધરાવે છે. તેઓ વેપારીઓ દુકાનદારો વિગેરે જેવા સામાન્ય લોકોના મનમાં શંકા ઉભી કરાવે છ.ે જેથી આવા સિક્કાઓને દેશના કેટલાક ભાગમાં ચલણ તરીકે ચલાવમાં સ્વીકારવામાં તકલીફ ઉભી થાય છે આવી અશમંજસ કસ્મકશ નિર્વાય છે. RBIએ જાહેર જનતાને સૂચિત કરેલુ છે કે, આવી ખોટી માહિતી વળી અફવાને નજરઅંદાજ કરે અને આ સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે તેમના વ્યવહારોમાં કોઈ પણ જાતના સંકોચ વગર સ્વીકાર કરે. આ જાણકારી RBI કેન્દ્રીય કાર્યાલય મુંબઈ દ્વારા અપાઈ છે સિક્કાઓની વધારે માહિતી માટે http:\ www.rbi.org.in લોગીન કરી મેળવી શકાય છે.
 
બેંકોએ જનજાગૃતી કાર્યક્રમ યોજવા જોજનાવી જરૂર

વલસાડ જિલ્લામાં વાપી ,વલસાડ જેવા શહેરી વિસ્તારમાં પણ આ પ્રકારે રૂ.10ના સિક્કાની અફવા માર્કેટમાં ફેલાયેલી છે અને તેના કારણે ગ્રહકો તેમજ વેપારીઓ હેરાન થઇ રહ્યા છે. આવા સંજોગોમાં સરકારી બેંકોના સંચાલોકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને લોકોને આ બાબતે સમજણ પુરી પાડીને ગેરમાર્ગે દોરાતા રોકાવાનો પ્રયાસ કરવામાં  આવે તે જરૂરી છે.
 
જો સિક્કો સ્વિકારવાની ના પાડે તો કાર્યવાહી થઇ શકે
 
ગત 5-6 દિવસથી સેલવાસ દેના બેંકમાં લોકો 10ના સિક્કા લઇ જમા કરાવવા આવી રહયા છે 2 લાખ રૂપિયાના સિક્કા જમા થયા છે એક તરફ બેંક લોકોની ફીડ છે બીજી તરફ લોકોને સિક્કા બંધ થયાની અફવા હોય એમ સમજાવતા સમયનો બગાડ થઇ રહ્યો છે બીજી તરફ સેંકડો સિક્કા ઉઠાવી એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવાનું ભારે માથામણ થઇ રહી છે કોઈ પણ સિક્કાનું આયુસ્ય 40વર્ષનું હોય છે નોટ સમય જતા ખરાબ થાય છે તેમજ RBI ને પ્રિન્ટિંગ વારંવાર કરાવવું પડે છે જેનોખર્ચ પણ વધુ હોય છે લોકોને અપીલ છેકે અફવાઓ પર ધ્યાન નઆપે, જોકોઈ સિક્કા સ્વીકારવાની ના પાંડેતો તેવી વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે .>દિનેશભાઇ પટેલ, ચેસ ઇન્ચાર્જ દેના બેંક સેલવાસ
(Div-Daman City Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2 lakh coins deposited at Selvas dena bank
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended