» બગોદરાથી દારૂનો જથ્થો ભરીને જતી ત્રણ જીપ સાથે બે ઝડપાયા

બગોદરાથી દારૂનો જથ્થો ભરીને જતી ત્રણ જીપ સાથે બે ઝડપાયા

ભાસ્કર ન્યૂઝ . બગોદ | Sep 16, 2011, 04:04 AM IST

બગોદરા નજીક પોલીસની સાંઠગાંઠથી વિદેશી દારૂની હેરાફેરીનું તોસ્તાન નેટવર્ક ચલાવતા સપ્લાયર સુભાષ મારવાડીએ રાજકોટના બુટલેગરો માટે વિદેશી દારૂની ૧૪૮૯ બોટલ ભરેલી ત્રણ જીપને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે જીપના ચાલક સહિત બેને ઝડપી લીધા હતા જ્યારે નાસી છુટેલા અન્ય ચારની શોધખોળ ચાલુ છે. દારૂનો જથ્થો રાજકોટના બે બુટલેગરનો હોવાનું ખુલ્યું છે.
બગોદરા હાઇવે પરથી દારૂનુ કટિંગ કરતા સુભાષ મારવાડીએ વરના કાર, રાઇનો જીપ અને બોલેરો જીપમાં રાજકોટના ફિરોઝ મેણુ અને પ્રફૂલ વાલા મઢવી માટે દારૂનો મોટો જથ્થો રવાના કર્યો છે તેવી જાગૃત નાગરિકે આઇજી પ્રવીણ સિન્હાને તેમના ૮૨૩૮૯ ૬૦૦૩૦ નંબર ઉપર બાતમી આપી હતી. બાતમીના આધારે આઇજીએ આર.આર.સેલના ફોજદાર મયૂરસિંહ ઝાલા, મદદનીશ વિરમભાઇ કલોતરા, રણછોડભાઇ, અબ્બાસભાઇ, કરસનભાઇ અને પ્રધ્યુમનસિંહે આજે વહેલી સવારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે બામણબોર ટોલનાકા નજીકથી ઉપરોકત નંબરના ત્રણેય વાહનને અટકાવ્યા હતા.
ત્રણેય વાહનમાંથી દારૂની ૧૪૮૯ બોટલ અને બિયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા. ચાલક મનોહરસિંઘ તખતસિંઘ રાઠોડ અને હરીસિંગ માનસિંગ રાવતની ધરપકડ કરવામાં આવી છે. નાસી છુટેલા અન્ય ચારનાં નામ ખૂલી ગયાં છે. પોલીસે પાંચ મોબાઇલ, દારૂનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂ.૨૦,૬૩,૭૦૦ નો મુદામાલ કબજે કર્યો છે.

દારૂની ફેકટરી સુધી તપાસ લંબાવવા એસપીને સૂચના
પોલીસે કબજે કરેલો દારૂ હરિયાણાની બનાવટનો છે. આ દારૂ ફેકટરીમાંથી કોના માટે રવાના થયો હતો અને ગુજરાતમાં સુભાષ મારવાડી સુધી કઇ રીતે પહોંચ્યો? તે અંગે તપાસ કરી જે કોઇની સંડોવણી ખુલે તેની ધરપકડ કરવા આઇજીએ જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંગને સૂચના આપી છે.

સુભાષે બગોદરામાં ૨૦ વાહન, ૨પ ડ્રાઇવર,કલીનર રાખ્યા છે!
પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, સપ્લાયર સુભાષ મારવાડી બગોદરા હાઇ-વે પરથી જ સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાય કરે છે. ઓર્ડર મળતા જ દારૂ ભરેલી કાર રવાના કરે છે. ઝડપી ડિલિવરી માટે તેણે ૨૦ થી વધુ કાર અને જીપ તેમજ ૨પ ડ્રાઇવર રાખ્યા છે. માણસોને રહેવા માટે kકોંઢ ગાંગડ ગામે મકાનની વ્યવસ્થા પણ કરી છે.
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બગોદરાથી દારૂનો જથ્થો ભરીને જતી ત્રણ જીપ સાથે બે ઝડપાયા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended