Home »Gujarat Election 2012 »News» Pamplet Against Narendra Modi In Palanpur

ઊઠતાંવેંત મોદી વિરૂદ્ધની પત્રિકા મળતાં જ ખળભળાટ!

Pankaj Soneji, Palanpur | Dec 17, 2012, 13:42 PM IST

પાલનપુરના હાઇ-વે અને ઢુંઢીયાવાડી વિસ્તારમાં વહેલી સવારે રહીશોના ઘરમાં અને કેટલાક મકાનના વરંડામાં મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ પત્રિકાઓ ફેંકાયેલી મળી આવી હતી. જેના પગલે જિલ્લા વહિ‌વટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે નોડલ ઓફિસર જી.ડી. સિન્ધાએ જણાવ્યું હતું કે, 'હિ‌ન્દુ ધર્મ પરિષદના નામથી છપાયેલી પત્રિકા અંગે હાઇવેના એક રહીશનો ફોન આવતા આ અંગેની કાર્યવાહી હાથ ધરી પોલીસ મથકમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પત્રિકા શહેરના મોટાભાગની વિસ્તારોમાં થપ્પીના સ્વરૂપે તો ક્યાંક છુટા હાથે ફેંકવામાં આવી છે. આ પત્રિકામાં ગોધરાનો મુદ્દો, સદ્દભાવનાના મુદ્દો થાનગઢમાં ગોળીબાર સહિ‌ત અનેક મુદ્દાઓ પ્રસિદ્ધ થયા છે. આ પત્રિકાના વિતરણના પગલે સમગ્ર પાલનપુર શહેરમાં ચકચાર મચી ગઇ છે.

આ સનસનીખેજ પત્રિકાને વાંચવા માટે ફોટો બદલતા રહો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: pamplet against narendra modi in palanpur
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext