Home »Gujarat Election 2012 »News» Guj Polls: Cong Files Poll Code Violation Plaint Against Modi

નરેન્દ્ર મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Agency | Dec 17, 2012, 14:01 PM IST

મોદીએ મતદાન વિસ્તાર નજીક ભાજપનો પ્રચાર કર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી ફરિયાદ

ગુજરાત કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આચારસંહિતા ભંગ કરવાની ફરિયાદ દાખલ કરતાં ચકચાર જાગી છે. નરેન્દ્ર મોદીએ સામે મતદાનના દિવસે ભાજપનો પ્રચાર કરવા બદલ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના લિગલ સેલના સભ્ય અને વકિલ એવા વિજય કનારાના આક્ષેપ કર્યો હતો કે, મતદાન મથકમાંથી બહાર આવીને મોદીએ અન્ય મતદારોને સંબોધી તેમજ 'વી'નું ચિહ્ન બતાવીને ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. જેને પગલે તેમના દ્વારા ચૂંટણી પંચના સત્તાવાળાઓને મોદી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ સવારે 9.45 કલાક આસપાસ રાણિપની નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું હતું. તેમની ઉપસ્થિતી વખતે ત્યાં સમર્થકો અને પાર્ટી કાર્યકરો પણ નોંધપાત્ર પ્રમાણમાં ઉમટી પડ્યા હતાં. કોંગ્રેસે વધુ આક્ષેપ કરતાં કહ્યું કે, મોદી મતદાન કરવા આવ્યા ત્યારે જંગી કાફલો તેમજ પાર્ટી કાર્યકરો સાથે આવ્યા હતા અને પોલિંગ બૂથમાંથી બહાર આવીને તેમને સંબોધ્યા હતાં.

વધુ સમાચાર વાંચવા તસવીર સ્ક્રોલ કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Guj polls: Cong files poll code violation plaint against Modi
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext