Home »Gujarat Election 2012 »Analysis» Fate Of These Heavy Weights Will Be Decided Tommoroww

આર યા પાર: આજે આ દિગ્ગજોનાં ભાવિનો થશે ફેંસલો

divyabhaskar.com | Dec 19, 2012, 16:45 PM IST

વર્ષ 2012ની ગુજરાત વિધાસભાની ચૂંટણીનો નિર્ણાયક દિવસ આવી પહોંચ્યો છે. બે તબક્કામાં 182 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ છે. ભાજપ માટે આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસને સત્તાથી દૂર રાખવી અનિવાર્ય છે. મોદીની દિલ્હી મહત્વકાંક્ષાનો આધાર ગુજરાતની ચૂંટણીઓ પર રહેલો છે. ભાજપ સાથે છેડો ફાડીને નવી પાર્ટી સ્થાપનારા કેશુભાઈ પટેલ અને ગોરધનભાઈ ઝડફિયાની તથા લેઉવા પટેલ ફેક્ટરની સ્વીકાર્યતાનો નિર્ણય આ ચૂંટણી પરિણામો દ્વારા આવશે.

પ્રથમ તબક્કામાં 70.74 અને બીજા તબક્કામાં 71 ટકા જેટલું મતદાન થયું હતું. આ રીતે સરેરાશ રાજ્યમાં સરેરાશ 71 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 3.6 કરોડ જેટલા મતદારોએ પંદરસોથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરી દીધું છે.

મણિનગરમાં નરેન્દ્ર મોદી, ઘાટલોડિયામાં આનંદીબેન પટેલ, સિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસ, મહુવામાં કનુભાઈ કલસરિયા, રાધનપુરમાં ભાવસિંહ રાઠોડ, ડભોઈમાં સિદ્ધાર્થ પટેલ, મહેસાણામાં નીતીન પટેલ, વિસાવદરમાં કેશુભાઈ પટેલ, ગોંડલમાં ગોરધન ઝડફીયા, પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા, ભાવનગર ગ્રામ્યમાં શક્તિસિંહ ગોહિલ, રાજકોટમાં વજુભાઈ વાળા અને જામનગર ગ્રામ્યમાં આર સી ફળદુ જેવા મહાનુભાવો મેદાનમાં ઉતર્યા છે. આ બેઠકો એવી છે કે જેના ઉપર જામશે 'બિગ ફાઈટ'.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: fate of these heavy weights will be decided tommoroww
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext