Home »Gadgets »Latest» Xiaomis Redmi 3S Smartphone Is Best, Sold Over 40 Lakh

40 લાખ લોકો ખરીદી ચૂક્યા છે આ ફોન, જાણી લો શું છે ખાસિયત

divyabhaskar.com | May 19, 2017, 00:02 AM IST

ગેજેટ ડેસ્કઃ શ્યાઓમીએ જાહેર કર્યું છે કે Redmi 3S સ્માર્ટફોન ઓનલાઇન માર્કેટમાં માત્ર 9 મહિનામાં 40 લાખ યૂનિટ્સના વેચાણ સાથે વધુ ઓનલાઇન વેચાયેલો ફોન બની ગયો છે. આ ફોન ઓગસ્ટ 2016માં 6,999 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ થયો હતો. આ ફોન 2GB RAM/16GB 3GB RAM/32GB બે વેરિએન્ટમાં અવેલેબલ છે. 3GB વાળા વેરિએન્ટનું નામ 3S Prime છે. આ બન્ને ફોન Mi.com અને Flipkart પર અવેલેબલ છે. 
 
* ઓછી કિંમતમાં સારા ફિચર્સ...
આ ફોન હિટ થવા પાછળનું કારણ ઓછી કિંમતમાં સારા ફિચર્સ મળી રહ્યાં છે. 6999 રૂપિયાના આ ફોનમાં 13MPના કેમેરાથી લઇ 4100mAh ની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. આ ફોન હેન્ગ નથી થતો. 5 ઇંચની સ્ક્રીન હોવાથી આ લાઇટ વેટ અને હેન્ડી ફોન છે. ડિઝાઇન અને સ્ટાઇલની બાબતે પણ આગળ છે. હાઇટેક ફોનના બધા ફિચર્સ આ ફોનમાં મળ્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનના ડિટેલ્ડ ફિચર્સ વિશે... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Xiaomis Redmi 3S smartphone is best, Sold Over 40 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended