Home »Gadgets »Latest» Affordable Moto C & Moto C Plus Smartphones Leaked In All Glory

Motoનો સૌથી સસ્તો 4G ફોન, 4000 mAhની બેટરી, કિંમત રૂ. 7000

divyabhaskar.com | Apr 19, 2017, 16:04 PM IST

ગેજેટ ડેસ્ક: મોટોરોલાએ ઘોષણાં કરી છે કે આગામી થોડાં દિવસોમાં જ પોતાના બે સસ્તા 4G ફોન Moto C અને Moto C Plus લૉન્ચ કરવાની છે. એની કિંમત આશરે રૂ. 7,000 હશે. આ બંને ફોન એન્ડ્રોઈડ નોગટ પર કામ કરશે. એ પછી બાકી ફિચર્સ હાઈ એન્ડ સ્માર્ટફોન્સ જેવા હશે. અહીં આ બંને ફોનની ડિટેલ આપાવામાં આવી છે.
 
જાણો બંને ફોનમાં શું હશે ડિફરન્સ...
બંને સ્માર્ટફોનમાં મેન ડિફરન્સ બેટરી અને રેમનો હશે. Moto Cમાં 2350mAhની અને Moto C Plusમાં 4000mAhની બેટરી આપવામાં આવશે. Moto Cમાં 1GB અને Moto C Plusમાં 2GB રેમ હશે. Moto C માત્ર 4G ફોન હશે જ્યારે Moto C Plus 3G અને 4G બંનેને સપોર્ટ કરશે.
 
આ હશે એક સમાન
બંને ફોનમાં 5 ઇંચનો ડિસ્પ્લે હશે. બંને મોબાઈલ વ્હાઈટ, ગોલ્ડ અને રેડ કલરમાં ઉપલબ્ઘ હશે. આમાં 3.5mm નો ઓડિયો જેક અને માઈક્રો USB પોર્ટ આપવામાં આવશે.
 
સસ્તા 4G ફોન
આ મોટોરોલાના સૌથી સસ્તા 4G ફોન હશે. અત્યારે Moto E3 Power કંપનીનો સૌથી સસ્તો 4G ફોન છે. એની કિંમત રૂ. 7499 છે. રૂ. 7000માં Micromax Evok Power, Swipe Elite Power ,Xolo Era 2X, Xiaomi Redmi 3S, Lyf Wind 3 જેવા ફોન ઉપલબ્ધ છે.
 
આગળની સ્લાઈડમાં જાણો Moto Cઅને Moto C Plusની ફિચર્સ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Affordable Moto C & Moto C Plus Smartphones Leaked In All Glory
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended