Home »Gadgets »Latest» IPhone 8 May Be 3D Laser Technology And Price Over Rs 70000

70000 રૂ.થી વધારે હશે iPhone 8ની કિંમત, આ ફિચર્સના કારણે હશે મોંઘો

divyabhaskar.com | Feb 17, 2017, 15:47 PM IST

  • આ વખતે એપલ Touch ID હૉમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર આપશે, આનાથી ફોનનો ખર્ચ લગભગ 5 ડૉલર વધી જશે
ગેજેટ ડેસ્કઃએપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં iPhone 8 લૉન્ચ કરશે, છેલ્લા કેટલાય સમયથી ફોનના ફિચર્સને લઇને ટેક વર્લ્ડમાં સતત નવી રૂમર્સ આવી રહી છે, હવે એક નવા રિપોર્ટ અને એપલના એનાલિસ્ટ કેજીઆઇ સિક્યૉરિટીઝના મિંગ-ચી કુઓના અનુસાર, તેની કિંમત 70000 રૂપિયાથી વધારે હોઇ શકે છે. મિંગ-ચીએ કહ્યું કે આ વખતે એપલ પોતાનું Touch ID હૉમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર આપશે, જેને કંપની ફંક્શન એરિયાનું નામ આપી શકે છે. આ નવા ફિચર્સના કારણે ફોનનો ખર્ચ લગભગ 5 ડૉલર વધી જશે.
 
ફોનમાં હશે નવું ગ્રેફાઇટ લેયર
 
- iPhone 8માં વાયરલેસ ચાર્જિંગ ફિચર હશે, એ એટલું પાવરફૂલ હશે કે ફોનને 15 ફૂટ દુરથી પણ ચાર્જ કરી શકાશે. 
- નવા iPhone 8ની આખી બૉડી ગ્લાસની હશે, જેના કારણે આ વધુ ગરમ નહીં થાય. 
- મેટલ (એલ્યૂમિનિયમ) બૉડીમાં ફોનના અંદરની ગરમી ઝડપથી બહાર નીકળે છે. 
- 3D ટચ સેન્સરને આ ગરમીથી બચાવવા માટે નવું ગ્રેફાઇટ લેયર હશે. તેનાથી ગરમીનો અનુભવ નહી થાય. 
- આ વર્ષે Apple ત્રણ આઇફોન લૉન્ચ કરશે, એક iPhone 8 (કે iPhone X) હશે, બીજા બે આઇફોન 7sના વર્ઝન હશે. 
 
આ ખાસિયતોના કારણે iPhone 8 હશે મોંઘો 
 
- ઓએલડી ડિસ્પ્લે: નવા ફોનમાં ઓએલડી ડિસ્પ્લે હશે. જોકે રિપોર્ટ્સ છે કે આ માત્ર આઇફોન 8 માં જ હશે, 7એસ અને 7એસ પ્લસમાં નહીં હોય. 
- 3D ટચ મૉડ્યૂલ: આ સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર હશે, જેના કારણે દરેક ફોનની કૉસ્ટ લગભગ 5 ડૉલર વધશે. 
- વાયરલેસ ચાર્જિંગ: આઇફોન 8 અને આઇફોન 7એસમાં વાયરલેસ ચાર્જિંગ હશે. માર્કેટમાં વાયરલેસ ચાર્જિંગ પ્લેટ પહેલાથી જ અવેલેબલ છે, તેના પર મુકવાથી ફોન ચાર્જ થવા લાગે છે. પણ નવો આઇફોન ચાર્જિંગ ડિવાઇસથી 15 ફૂટના દુરના અંતરેથી પણ ચાર્જ થઇ જશે અને સમય પણ અડધો જ લાગશે. 
 
ડ્યૂલ સિમને કરી શકે છે સપોર્ટ 

- ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, એપલે ચીનની ઇન્ટેલેક્ચ્યૂઅલ પ્રૉપર્ટી ઓફિસમાં ડ્યૂલ સિમ કાર્ડ ફિચર માટે પેટન્ટ કરાવ્યું છે. આવી બીજી એક એપ્લિકેશન અમેરિકામાંથી પણ અપ્રૂવ થયાના સમાચાર છે. 
- એપલે હાઇ એન્ડ સીરીઝના ફોનમાં પોતાનું એક અલગ સ્ટાન્ડર્ડ મેઇન્ટેન કર્યું છે. અત્યાર સુધી એપલે જેટલા પણ ફોન લૉન્ચ કર્યા છે તે સિંગલ સિમવાળા જ છે, પણ હવે યૂઝર્સની જરૂરિયાને ધ્યાનમાં રાખી આ પગલું ભર્યું છે. 
 
આવા હોઇ શકે છે iPhone 8ના અન્ય ફિચર્સ 
 
- Curved કે edge-to-edge display
- એવું માનવામાં આવે છે કે iPhone 8 4.7-inch અને 5.5-inch વેરિએન્ટમાં આવી શકે છે. 
- Dual-Camera
- A11 Processor
- વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ 
 
સેમસંગ અને ગૂગલ સાથે થશે ટક્કર 
 
- સેમસંગ કંપનીને ગેલેક્સી એસ7 ફોનને બેટરીના કારણે આગ લાગવાની ઘટનાઓથી મોટુ નુકશાન વેઠવું પડ્યું છે, પણ એસ8 અને એસ8 પ્લસ વિશે ડિટેલ્સ આવી રહી છે તે પ્રમાણે લાગે છે કે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 
- તેની સ્ક્રીન સાઇઝ 5.8 ઇંચ અને 6.2 ઇંચની હશે, બેટરી 3,000 અને 3,500 એમએએચની હશે. 
- ગૂગલ પણ આ વર્ષે પિક્સલ અને એક્સએલ લઇને આવી રહ્યુ છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: iPhone 8 may be 3D laser technology and Price Over Rs 70000
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended