Home »Gadgets »Apps» Dont Touch My Phone, This App Gives Security Your Smartphone

ફોનને ચોરી થતો બચાવવા ઇન્સ્ટૉલ કરો આ App, કોઇ અડશે તો વાગશે સાયરન

Safety App for your android is Dont Touch My Phone | May 16, 2017, 00:03 AM IST

ગેજેટ ડેસ્કઃગૂગલ પ્લે સ્ટૉર પર એક એવી એપ છે, જેને જો ફોનમાં ઇન્સ્ટૉલ કરી દો તો ફોનને ચોરી થતો બચાવી શકાય છે, એટલું જ નહીં કોઇ તમારો ફોન હાથમાં લઇ લે તો પણ તમને ખબર પડી જશે. તમારો સ્માર્ટફોન અન્ય કોઇ ઉઠાવશે તો તરતજ તેમાં સાયરન વાગશે, આ સાયરનને તમે જ બંધ કરી શકો છો. આ એપનું નામ છે Don't Touch My Phone છે. 
 
આ રીતે કામ કરે છે આ એપ...
ડાઉનલૉડ કરતા જ એપનું સિમ્પલ ઇન્ટરફેસ ઓપન થાય છે. અહીં 4 ડિજીટનો પીન નાંખો જે સાયરનને બંધ કરવા માટે યૂઝ થાય છે. સાયરનમાં યૂઝ થનારા સાઉન્ડને પણ તમે યૂઝ કરી શકો છો, જેને ફોનમાં આપેલી Ringtones ને યૂઝ કરી શકાય છે. 
 
Don't Touch My Phone એપ વિશે... 
- આ એપ 3MBની છે, જેને ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાય છે. 
- યૂઝર્સે આને હેલ્પફૂલ ગણાવી છે, આ એપ 2.3 કે તેનાથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરે છે. 
- એપને એક્ટિવ કરી ફોનને ગમે ત્યાં મુકી દો, જેવો ફોનને કોઇ ઉઠાવશે સાયરન સ્ટાર્ટ થઇ જશે.
 
યૂઝફૂલ છે આ એપ 
આ એપની મદદથી મોબાઇલને ચોરોથી બચાવવાની સાથે સાથે, એવા લોકોથી પણ બચાવી શકાય છે જે તમારી absenseમાં ફોનને ઉઠાવીને તેને ખોલવાની કોશિશ કરે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે આ એપ...
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dont Touch My Phone, This App gives security Your smartphone
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended