Home »Gadgets »Latest» HTC U11 And Its Specs, Features, Price And Everything You Need To Know

આંગળીના પ્રેશરથી બદલાશે ફિચર, આવો છે HTCનો નવો U11

divyabhaskar.com | May 17, 2017, 11:16 AM IST

ગેજેટ ડેસ્કઃતાઇવાની કંપની HTCએ પોતાનો ફ્લેગશિપ હેન્ડસેટ HTC U11 માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. આ 4G હેન્ડસેટ વૉટર અને ડસ્ટ પ્રૂફ છે. ફોનની ખાસિયત તેમાં આપેલું એજ સેન્સ ફિચર છે, આ સ્માર્ટફોનમાં આવનારું એક નવું ફિચર છે. યૂઝર ફોનની એજ (કિનારી) પર આપવામાં એજ સેન્સ ફિચરની મદદથી અનેક ફિચર બદલી શકશે. 
 
એજ સેન્સ ફિચરથી યૂઝર કેટલાય એક્શન્સ અને જેસ્ચર સુધી પહોંચી શકે છે. એજ પર આપવામાં આવેલી Keyને પ્રેશ કરી કેમેરા લૉન્ચ કરવાથી લઇ ટેક્સ્ટ સેન્ડ કરવા સુધીના કેટલાય ફંક્શન પરફોર્મ કરી શકાય છે. આ ઉપરાંત તમે ઇમેલ ઓપન અને પોતાની પસંદગીની ગેમ કે એપ ખોલવા માટે પણ સ્ક્વિજ જેસ્ટર કસ્ટમાઇઝ કરી શકો છો. ‘શોર્ટ સ્ક્વિઝ’ અને ‘સ્ક્વિઝ એન્ડ હૉલ્ડ’ ઓપ્શનની મદદથી ઘણાબધા ફંક્શન પરફોર્મ કરી શકાય છે. 
 
આ મહિના સુધી અનેક દેશોમાં થશે લૉન્ચ 
તાઇવાનમાં લૉન્ચ થયેલા આ સ્માર્ટફોન આ મહિના સુધી દુનિયાના કેટલાય દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. આ ફોન અમેઝિંગ સિલ્વર, સેફાયર બ્લૂ, બ્રિલિયન્ટ બ્લેક, આઇસ વ્હાઇટ અને સૉલાર રેડ કલર વેરિએન્ટમાં અવેલેબલ થશે. યુરોપમાં આની કિંમત લગભગ 53 હજાર અને અમેરિકામાં 48 હજાર રૂપિયા છે. ગ્લૉબલ લૉન્ચ બાદ મિડ જૂનમાં આ ફોન ભારતમાં લૉન્ચ થઇ શકે છે. આ લેટેસ્ટ Qualcomm Snapdragon 835 SoC પર રન થાય છે. સાથે ગૂગલ આસિસ્ટન્ટ અને અમેઝોન એલેક્સા AI વાળો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કયા ફિચર્સ છે હાઇટેક...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: HTC U11 and its Specs, features, price and everything you need to know
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended