Home »Gadgets »Reviews» Photos Of Reliance Jio Jio Infocomm Headquarters At Navi Mumbai

આ છે અંબાણીની સૌથી મોટી ઓફિસ, Jio પ્રૉજેક્ટમાં લાગ્યા છે 21 અબજ, Photos

divyabhaskar.com | Apr 15, 2017, 17:56 PM IST

  • જિઓ ઓફિસ નવી મુંબઇમાં 1.2 મિલિયન સ્ક્વેર ફિટમાં ફેલાયેલી છે
ગેજેટ ડેસ્કઃઅત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચાતું નામ હોય તો રિલાયન્સ Jioનું છે, માત્ર 6 મહિનાના ટુંકાગાળામાં ભારત અને દુનિયાભરમાં પોતાના 4G સર્વિસ પ્રૉજેક્ટને લઇને મુકેશ અંબાણીએ આગવું નામ કમાઇ લીધું છે. એકપછી એક બમ્પર અને આકર્ષક 4G પ્લાન્સ લૉન્ચ કરીને અન્ય કંપનીઓના નિશાને આવી ગઇ છે. મુકેશ અંબાણીની કંપની Reliance Jio Infocommએ વેલકમ ઓફર બાદ હેપ્પી ન્યૂ ઓફર, સમર સરપ્રાઇઝ ઓફર અને ધન ધના ધન ફ્રી 4G ઓફર લૉન્ચ કરીને દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. Reliance Jioની ઓફર વિશે દરેક જાણતા હશે પણ ઓફિસ અને તેના કામકામ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે અહીં અમે તમને નવી મુંબઇમાં આવેલી Reliance Jio Infocommની હેડ ઓફિસ વિશે માહિતી આપીએ છીએ.
 
* Jio 4G ટેલિકૉમ સર્વિસ રિલાયન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રૉજેક્ટ... 
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આનો ખર્ચ લગભગ 21 અબજ રૂપિયાથી પણ વધુ થયો છે. 

* કેવી છે અંબાણીની સૌથી મોટો પ્રૉજેક્ટની ઓફિસ... 
- મુંબઇના રિલાયન્સ પાર્કમાં બનેલી ‘Reliance Jio Infocomm’ ઓફિસને રિલાયન્સની અત્યાર સુધીની સૌથી મોટી ઓફિસ ગણવામાં આવી રહી છે.
- ઓફિસમાં દરેક બિલ્ડીંગ કાચની છે, આ ઉપરાંત કેમ્પસમાં લૉન, ગેસ્ટ હાઉસ અને હૉટલ પણ છે. 
- અહીં 15 હજાર કર્મચારીઓ માત્ર Jio પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં છે. 
 
* હેલિકૉપ્ટરથી વીકમાં એકવાર ઓફિસ આવે છે મુકેશ અંબાણી... 
- આ કેમ્પસના એક હૉલમાં રિલાયન્સ જિઓની દરેક પ્રૉડક્ટને ડિસ્પ્લે માટે મુકવામાં આવી છે. 
- જેમાં ઇ-પેમેન્ટ મિકેનિઝ્મ, મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ, મેસેજિંગ એપ, સ્લીક જિઓ સ્માર્ટફોન સામેલ છે. 
- એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઓફિસમાં મુકેશ અંબાણી અઠવાડિયામાં એકવાર હેલિકૉપ્ટર દ્વારા આવે છે. 
- આ પ્રૉજેક્ટ પર મુકેશની સાથે સાથે તેમનો પુત્ર આકાશ અને ઇશા અંબાણી પણ કામને સંભાળે છે. 
- આકાશ આ પ્રૉજેક્ટમાં સ્ટ્રેટેજી હેડ છે, તેની સાથે 20 અન્ય હેડ કામ કરી રહ્યાં છે. 
 
* DWP Intericsએ ડિઝાઇન કરી છે Jio ઓફિસ... 
- રિલાયન્સ Jioની ઓફિસ DWP Interics નામની કંપનીએ ડિઝાઇન કરી છે.
- જિઓ ઓફિસ નવી મુંબઇમાં 1.2 મિલિયન સ્ક્વેર ફિટમાં ફેલાયેલી છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ અંબાણીની હેડ ઓફિસના ફોટોઝ... 
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photos of Reliance Jio Jio Infocomm Headquarters at Navi Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended