Home »Gadgets »Latest» Google To Launch Android Go For Entry Level Smartphones

સસ્તા સ્માર્ટ ફોન માટે ગૂગલે લોન્ચ કરી Android Go ઓપરેટિંગ સિસ્ટમ

divyabhaskar.com | May 18, 2017, 10:34 AM IST

  • Android 8 O ની એક ઝલક
ગેજેટ ડેસ્ક: ગૂગલે વર્ષની તેની સૌથી મોટી ઈવેન્ટ i/o 2017માં એન્ડ્રોઈડનું આઠમું વર્ઝન o સહિત અનેક મોટી જાહેરાતો કરી. માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયામાં યોજાયેલી આ ઈવેન્ટ દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ તથા તેમની ટીમે ટેક ડૅવલપર્સ સમક્ષ નવા વર્ચ્યુઅલ વર્લ્ડનું વિઝન રજૂ કર્યું. નવા ગૂગલ Lense, iPhone માટે ગૂગલ આસિસ્ટન્ટ, વધુ સારું ગૂગલ હોમ, YouTubeમાં 360 ડિગ્રી વીડિયો. ઉપરાંત જે પ્રોડક્ટ્સ પર બધાયની નજર હતી તે હતું એડન્ડ્રોઈડ O વર્ઝન તથા સસ્તા સ્માર્ટ ફોન્સ માટે Android Go ઓપરેટિંગ સિસ્ટમ. 

અમેરિકાથી વધુ ગૂગલ યુઝર્સ ઈન્ડિયામાં 

ગૂગલ CEO સુંદર પિચાઈએ ઈવેન્ટની શરૂઆત કરતાં કહ્યું કે દુનિયામાં બે અબજથી વધુ એન્ડ્રોઈડ યુઝર્સ છે. ઉપરાંત ભારતના 'ડિજિટલ પાવર'નો ઉલ્લેખ કરતા કહ્યું કે 'અમેરિકા કરતાં વધુ એન્ડ્રોઈડ યુઝર્સ ભારતમાં છે.' આ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ ફોકસ મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર રહ્યું. ગૂગલની લગભગ દરેક પ્રોડક્ટ તથા તથા એવાન્સ અપડેટેડ ફિચર્સમાં બંને મહત્વપૂર્ણ ટેક્નિક્સની ઝલક જોવા મળે છે. 

1# Android O: સૌથી એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ, 8.0 જનરેશન 
 
દર વર્ષની જેમ આ વર્ષની કોન્ફરન્સમાં એન્ડ્રોઈડનું નવું વર્ઝન રજૂ કરવામાં આવ્યું. આ વર્ષે ઓપરેટિંગ સિસ્ટમ 8.0 રજૂ કરવામાં આવ્યું. જે અંગ્રેજી આલ્ફાબેટ 'O'થી શરૂ થાય છે. અહીં Oનું ફૂલફોર્મ 'ઓરિયો' હોવાનું કહેવાય છે. 

નવા અપડેટથી જૂના યુઝર્સની બેટરી લાઈફ વધી જશે. એન્ડ્રોઈડ Oમાં નોટિફિકેશન બાર, આઈકન્સ, પિક્ચર ઈન પિક્ચર ફિચર, ઓટોમેટિક ટેક્સ્ટ કોપિંગ સહિત અનેક નવા ફિચર્સ છે. જે સંપૂર્ણપણે નવા અને યુઝર ફ્રેન્ડલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ તેની સુવિધા પ્રમાણે, 15 મિનિટ, 30 મિનિટ કે એક કલાકના એલર્ટ નોટિફિકેશન ડૉટ્સ ફિચર દ્વારા મૂકી શકે છે. ઉપરાંત પિક્ચર ઈન પિક્ચર મોડ પણ મળશે જે મુજબ યુઝર વીડિયો જોવાની સાથે અન્ય એપ પર પણ કામ કરી શકશે. અગાઉ કરતાં વધુ સારી રીતે કોપી-પેસ્ટ થઈ શકશે. Android Oમાં પાસવર્ડ મેનેજમેન્ટ માટે ઓટોફિલનો ઓપ્શન આપવામાં આવશે. જેથી પાસવર્ડ મેનેજમેન્ટ સરળ બની જશે, એવો કંપનીનો દાવો છે.
 
2# Android Go : સસ્તા સ્માર્ટફોન્સ માટે સારી OS
 
ઈવેન્ટમાં 'Android Go'ની જાહેરાત કરીને ડિવાઈસ વર્લ્ડમાં બે ભાગ કરી નાખ્યા છે. એન્ટ્રી લેવલના ડિવાઈસિઝ માટે 'Android Go' નામની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. તેમાં ગુગલના બેઝિક એપ્સ અગાઉ કરતાં વધુ હળવા તથા વધુ સારી રીતે મળશે. આ ઓપરેટિંગ સિસ્ટમ 512 MBથી લઈને 1 GB રેમ પર સારી રીતે ચાલશે. તેની સાથે ક્રોમના ડેટા સેવર ફિચર્સને પણ ઉમેરવામાં આવશે. જેથી યૂઝર્સ ઓછા ડેટામાં વધુ ઉપયોગી એપ્સ વાપરી શકે. 

3# YouTube પર 360 ડિગ્રી વીડિયો વ્યૂ તથા સુપર ચેટ 

ઈવેન્ટમાં YouTubeના 360 ડિગ્રી ફિચરની જાહેરાત કરવામાં આવી. જેના દ્વારા યુટ્યુબ પર તમામ એંગલથી મજા માણી શકાશે, તેમ જણાવવામાં આવ્યું. ગૂગલે યુટ્યુબ યુઝર્સ માટે સુપર ચેટ ફિચર લોન્ચ કર્યું છે. જે મુજબ યુટ્યુબ પર ચેનલ બનાવનાર વ્ય્કતિ તેના વ્યુઅર્સ સાથે લાઈવ ચેટ કરી શકશે. 

4# આઈફોન માટે ગૂગલ આસિસ્ટન્ટ 

એન્ડ્રોઈડ ઉપરાંત iOS ગૂગલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત આસિસ્ટન્ટને આ ઈવેન્ટમાં રજૂ કરી. ખુદ સીઈઓ સુંદર પિચાઈએ આ અંગે જણાવ્યું. જોકે, ગૂગલ આસિસ્ટન્ટને iOSના સીરી સાથે રિપ્લેસ નહીં કરી શકાય. પરંતુ એક્સ્ટ્રા એપ તરીકે યૂઝ કરી શકાશે. ગૂગલ Lense પણ આસિસ્ટન્ટ જેવું જ રહેશે. જેને વોઈસ કમાન્ડ આપવા ઉપરાંત ટાઈપ પણ કરી શકાશે. 

5# સ્ટેન્ડઅલોન VR હેડસેટ
 
દુનિયાને દરેક એંગલથી જોવા માટે ગૂગલે વર્ચ્યુઅલ રિયાલ્ટીમાં નવો ઉમેરો કર્યો છે. HTC તથા Lenevo સાથે મળીને ગૂગલ દ્વારા VR હેડસેટ્સ બનાવી શકાય છે. જે તમને અગાઉના એક્સપિરિયન્સ કરતા નવો અનુભવ હશે. આ ડિવાઈસ વર્ષના અંતભાગ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Google to launch Android Go for entry level smartphones
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended