Home »Election »Delhi Election »News» 'Disgraced And 'rebel' Increase BJP In Trouble

‘કલંકિત’ અને ‘વિદ્રોહી’ વધારશે ભાજપની મુશ્કેલી

Bhaskar News, Lakhnow | Jan 16, 2017, 01:00 AM IST

  • ‘કલંકિત’ અને ‘વિદ્રોહી’ વધારશે ભાજપની મુશ્કેલી,  news news in gujarati
લખનઉ:  ઉત્તરપ્રદેશમાં સત્તાધારી સપાને પડકાર ફેંકી રહેલો ભાજપ ટિકિટ વહેંચણીથી પહેલા મુશ્કેલીમાં છે. જેનું કારણ, ‘કલંકિત’ અને ‘વિદ્રોહી’ છે. પક્ષમાં ટિકિટના અનેક દાવેદારો પર હત્યાના આરોપ છે. સ્વામી પ્રસાદ મોર્ય જેવા બીજા પક્ષમાંથી બળવો કરીને આવેલા વિદ્રોહીઓને ભાજપે મહત્ત્વ આપ્યું છે. ટિકિટનું આશ્વાસન પણ અપાયું છે. હવે મુશ્કેલી એ છે કે જો તેમને ટિકિટ આપવામાં આવે છે તો સ્થાનિક કાર્યકર્તા કદાચ જ પૂરી ઈમાનદારી સાથે પ્રચાર કરે. જો વિદ્રોહીઓને ટિકિટઅપાઈ તો ભાજપના અપરાધમુક્ત યુપીના નારાને પણ ઝટકો લાગી શકે છે. 
 
કલંકિત : હત્યા જેવા ગંભીર આરોપીઓ 
હત્યાના આરોપી ચંદ્રભદ્ર બસપા છોડી ભાજપમાં
ચંદ્રભદ્ર સિંહ ઉર્ફે સોનું સિંહ 2002માં સપાના ધારાસભ્ય ચૂંટાયા હતા. પછી બસપામાં ગયા. 2013માં ભાજપમાં જોડાયા. ભાજપમાં ટિકિટના મજબૂત દાવેદાર છે. ચંદ્રભદ્ર પર 2006માં સંત જ્ઞાનેશ્વરની હત્યાનો આરોપ હતો.

13કેસ નોંધાયેલા છે અશોક સિંહ સામે
બસપા અને સપામાં રહી ચૂકેલા અશોક સિંહ ચંદેલ બુંદેલખંડના બાહુબલી નેતા છે. સામુહિક હત્યાના આરોપ લાગી ચૂક્યા છે. તેમના પર 13 કેસ ચાલે છે, જેમાં બે હત્યા સાથે જોડાયેલા છે. 2015માં ભાજપમાં જોડાયા. 
 
કોંગ્રેસી નેતાની હત્યાના આરોપી છે અંગદ
અંગદ યાદવ આઝમગઢના બાહુબલી નેતા છે. 2007માં બસપા ધારાસભ્ય રહ્યા છે. 2015માં ભાજપમાં જોડાયા. કોંગ્રેસ રાજનારાયણની હત્યાનો આરોપ છે. આઝમગઢમાં સપાનું વર્ચસ્વ તોડવા ભાજપ અંગદને ઉતારી શકે છે. 

વિદ્રોહી  :  પુત્ર કે પત્ની માટે ટિકિટની માગ
પુત્ર-પુત્રીઓ માટે પણ ટિકિટ માગે છે મોર્ય 
સ્વામી પ્રસાદ મોર્યએ જૂન 2016માં બસપા છોડી ભાજપમાં જોડાયા. 2012માં બસપાની ટિકિટ પર કુશીનગર પડરૌનાથી જીત્યા હતા. હવે એ જ બેઠક પર ટિકિટ માગી રહ્યા છે. પોતાના પુત્રઅને પુત્રી માટે પણ ટિકિટ માગી છે. 

દલબીર હજુ સપ્તાહ પહેલા રાલોદમાં હતા
દલબીર સિંહ ગયા સપ્તાહ સુધી રાષ્ટ્રીય લોકદળમાં હતા. 8 જાન્યુઆરીના રોજ ભાજપમાં જોડાયા. દલબીર અલીગઢ બરોલીની ટિકિટ માગી રહ્યા છે. આ વિસ્તારમાંથી કલ્યાણસિંહના સમર્થક પણ ટિકિટની લાઈનમાં છે. 

પૂર્વ બસપા સાંસદ પત્ની માટે ટિકિટ માગે છે 
દબંગ નેતા બ્રજેશ પાઠક બસપામાંથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 2012માં તેમનાં પત્નીને બસપાએ ટિકિટ આપી હતી, પણ હારી ગયાં હતાં. ત્યાર બાદ પાઠક ભાજપમાં જોડાયા. તેઓ પત્ની માટે ટિકિટ માગી રહ્યા છે. 

વિવાદિત: પતિને પક્ષમાંથી કાઢ્યા, પત્નીને ટિકિટ આપી
દયાશંકર સિંહ ભાજપના જૂના નેતા છે. જુલાઈ 2016માં માયાવતી પર અશ્લિલ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હતા. ભાજપ દયાશંકરને પક્ષમાંથી પાણીચુ આપી ચૂક્યું છે. હવે તેમના પત્ની સ્વાતિ સિંહને પક્ષની ટિકિટ મળી શકે છે. ઓક્ટોબર 2016માં કોંગ્રેસમાંથી આવેલા રીતા બહુગાણા જોશીને ભાજપમાં સામેલ કરાયા છે. તેમણે પણ માયાવતી પર જુલાઈ 2009માં કોમેન્ટ કરી હતી, જેના કારણે જેલમાં ગયાં હતાં. તેમને ભાજપ લખનઉ કેન્ટની ટિકિટ આપી શકે છે.
(Delhi Election Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Election Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 'Disgraced and 'rebel' increase BJP in trouble
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended