Home »Daxin Gujarat »Latest News »Valsad» Youth Killed In Valsad Accident, Unknown Vehicle Collision Bike

બહેનને મળી પરત વલસાડ આવી રહેલા યુવાનનું અકસ્માતમાં મોત

Bhaskar News, Valsad | Apr 18, 2017, 01:13 AM IST

  • બહેનને મળી પરત વલસાડ આવી રહેલા યુવાનનું અકસ્માતમાં મોત,  valsad news in gujarati
પ્રતિકાત્મક તસવીર
 
વલસાડ:વલસાડ રોણવેલના હેઠલા ફળીયામાં રહેતા શૈલેશ રાઠોડની મોટર સાઈકલને ધરમપુર થી પરત રોણવેલ જતા બોદલાઈ બસ સ્ટેન્ડ નજીક કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જેમાં શૈલેષભાઈનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી ભાગી ગયો

રોણવેલના હેઠાલા ફળિયામાં રહેતા 35 વર્ષીય શૈલેષભાઈ રાઠોડ પોતાના મોટર સાઈકલ પર ધરમપુર પોતાની મોટી બહેનના ઘરે તેમને મળવા માટે રવિવારે ગયા હતા. જ્યાંથી પરત પોતાના ઘરે આવતા શૈલેષભાઈને મોડીરાત થઇ ગઈ હતી. ત્યારે બોદલાઈ બસ સ્ટેન્ડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે શૈલેષભાઈની મોટર સાઈકલને પાછળથી ટક્કર મારી ભાગી ગયો હતો.

એક રાહદારીએ વલસાડ 108ને સંપર્ક કરી ઘટના સ્થળ પર બોલાવી

શૈલેષભાઈને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં જોતા એક રાહદારીએ વલસાડ 108ને સંપર્ક કરી ઘટના સ્થળ પર બોલાવી હતી. જ્યાં 108નાં ફરજ પરના તબીબે શૈલેશભાઇને મૃત જાહેર કર્યો હતો. શૈલેષભાઈ ના પરિવારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youth Killed in Valsad Accident, Unknown Vehicle Collision Bike
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended