Home »Daxin Gujarat »Latest News »Valsad» Tourists Enjoying Fun Atmosphere At Tithal Beach Seaside

તિથલ દરિયા કિનારે પ્રવાસીઓનો આવો હતો માહોલ, કપલે આ રીતે માણી મજા

Ketan Bhatt, Vapi | May 17, 2017, 16:28 PM IST

  • ઉનાળુ વેકેશનના કારણે લોકોની ભીડ તિથલ દરિયા કિનારે ઉમટી રહી છે
વાપી:ઉનાળુ વેકેશનના કારણે લોકોની ભીડ તિથલ દરિયા કિનારે ઉમટી રહી છે. તિથલ દરિયા કિનારો ફરવા માટે પ્રખ્યાત છે. વેકેશનમાં સૌથી વધારે લોકો અહીં આવતાં હોય છે. તિથલનો દરિયા રમણીય સ્થળ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલ અરબી સમુદ્રના તટ પર આવેલ છે. આ કિનારો તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે.

તિથલનો દરિયા કિનારો દક્ષિણ ગુજરાતનો લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તિથલ દરિયા કિનારો તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. આ દરિયા કિનારો વલસાડ શહેર તેમજ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટશનથી 4 કિમીના અંતરે આવેલ છે. રજાના દિવસે લોકો તેમના પરિવાર સાથે આ દરિયા કિનારે મુલાકાત તેમજ ફરવા માટે આવે છે. 

વલસાડનો તિથલ દરિયા કિનારો ભારતનો પ્રથમ દિવ્યાંગ - મૈત્રીપૂર્ણ (ખાસ વિકલાંગ) તરીકે પ્રખ્યાત થશે. આ દરિયા કિનારે ભારતીય નાસ્તા જેવા કે ભજીયા, દાબેલી, ભેલ, ચાટ મકાઇ, શેરડીનો રસ નારીયેલ પાણી વગેરેના વેચાણની દુકાન ધરાવે છે.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tourists enjoying fun atmosphere at Tithal Beach seaside
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended