Home »Daxin Gujarat »Latest News »Valsad» Torch Rally Unemployment And Education Issues

વલસાડ: બેરોજગારી અને શિક્ષણ મુદ્દે મશાલ રેલી

Bhaskar News, Valsad | Apr 19, 2017, 04:14 AM IST

વલસાડ:વલસાડમાં યુવા કોંગ્રેસ દ્વારા મંગળવારે મોડી સાંજે મશાલ રેલીનું આયોજન કરાયું હતું. શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નિકળેલી રેલી મોરારજી દેસાઇ સર્કલ,અાવાબાઇ હાઇસ્કુલ,તિથલ રોડ ચાર રસ્તાથી વળીને હાલર રોડ થઇ ટાવર ખાતે પહોંચી હતી.
 
વલસાડમાં સડકથી વિધાનસભા સુધી આંદોલન કરવા યુવા કોંગ્રેસનું આહવાન
 
બેનર લઇને નિકળેલી રેલીમાં યુવા કાર્યકરોએ બેરોજગારી દૂર કરવા,નોકરી આપવાના સૂત્રો ઉચ્ચારાયા હતા.ભાજપના વિકાસશીલ ગુજરાત,વાઇબ્રન્ટ ગુજરાત,શાઇનિંગ ગુજરાત અને ડિજિટલ ગુજરાતના દાવાને યુવા કોંગ્રેસે પોકળ ગણાવી જુઠો પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો.સરકારની માહિતી મુજબ રાજ્યમાં જ 40 લાખ યુવાનો બેરોજગાર છે અને શિક્ષણનુ સ્તર નીચુ ગયું હોવાનું જણાવી યુવા આગેવાનોએ સડકથી વિધાન સભા સુધી આંદોલન કરવાનું આહવાન કર્યુ હતુ.
 
યુવા કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે,ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, રાધિકા ખેરા, ગુલાબસિંહ રાજપૂત, અલપેશ પુરોહિત, પાર્થિવ રાજસિંહ, સાંસદ કિશન પટેલ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા ભોલા  પટેલ તથા જિલ્લા તાલુકા સંગઠનના કાર્યકરો, પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Torch Rally unemployment and education issues
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended