Home »Daxin Gujarat »Latest News »Valsad» Theft Of 15 Lakh Rupee Fans At Vapi

વાપી: ટેમ્પાની તાડપત્રી કાપી રૂ. 15 લાખના પંખાની ચોરી

Bhaskar News, Vapi | Apr 21, 2017, 23:32 PM IST

  • વાપી: ટેમ્પાની તાડપત્રી કાપી રૂ. 15 લાખના પંખાની ચોરી,  valsad news in gujarati
વાપી:વાપી જીઆઈડીસીના મહાદેવ પાર્કિંગની સામે આવેલા મુન્નાના ગેરેજ નજીક પાર્ક કરેલા ટેમ્પા માંથી ગુરુવારે મોડી રાત્રે લાખો રૂપિયાના સીલિંગ ફેન ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.ચોરીની આ ઘટના પોલીસ સ્ટેશનથી માંડ500 મીટરમાં બનતા પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે. વાપી જીઆઇડીસી પોલીસ મથકથી 500 મીટરની દુર આવેલા મહાદેવ પાર્કિંગ પ્લોટની સામેગુરૂવારેની રાત્રે  ટેમ્પો નં. જીજે-15-વાયવાય-6666 ખરાબ થઇ જવાના કારણે પાર્ક કરવામાં આવ્યો હતો.
 
નાઇટ પેટ્રોલિંગનો ફિયાસ્કો: વાપી GIDC પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરમાં જ રાત્રે ચોરીની ઘટના બની
 
આ ટેમ્પો વલસાડના એન્કર કંપનીથી સીલિંગ ફેન ભરીને બેંગ્લોર જઇ રહ્યો હતો પણ વાપી પહોંચતા ટેમ્પોમાં ખરાબી આવી જવાના કારણે ચાલકે ટેમ્પોને  વાપી જીઆઈડીસીમાં પાર્ક કરી દીધો હતો.ત્યાર બાદ ચાલકે  બીજો ટેમ્પો નં.જીજે-15-એક્સએક્સ-9774 ને બોલાવી તેમાં માલ ખાલી કરવાનું કામ શરૂ કર્યુ હતું. માલ ખાલી કરતા મોડી રાત થઇ જવાના કારણે ચાલકે  કામ અટકાવી દઇ ટેમ્પો ત્યાજ પાર્કિંગમાં રાખી સૂઇ ગયો હતો. શુક્રવારે સવારે ટેમ્પો ચાલકે ટેમ્પો ચેક કરતા ટેમ્પોની તાડપત્રી ફાટેલી હાલતમાં જોતા અંદર મુકેલા સીલિંગ ફેન ગાયબ થઇ ગયા હોવાની જાણ થઇ હતી. તે સિવાય ટેમ્પોમાં દમણથી ભરેલા 2 અન્ય કારટૂન પણ ગાયબ થઇ ગયા હતા.

વલસાડથી બેંગ્લોર માટે નીકળેલી ટેમ્પો વાપીમાં ખરાબ થઇ જતા વાપી જીઆઈડીસીમાં ટેમ્પો ઉભા રાખી બીજા ટેમ્પોમાં સીલિંગ ફેનના કારટૂન ભર્યા બાદ મંગાવેલા ટેમ્પોમાં દમણથી કોઈ કંપનીના માલ ભરીને બેંગ્લોર જવા માટેજ રવાના થવાનો હતો. જોકે તેમાંથી પણ 2 બોક્સ ગાયબ થઇ ગયા હતા. વલસાડના એન્કર કંપનીમાંથી નીકળેલા ટેમ્પોમાં 323 સીલિંગ ફેન બોક્સ સાથે ચોરાઈ ગયા હતા. જેની કિંમત આશરે રૂ.15 થી 17 લાખ બતાવવામાં આવી રહી છે. આ અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ટેમ્પો ચાલકનું નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટનામાં પોલીસ દ્વારા ટેમ્પો ચાલ ખરેખર સાચુ બોલે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
 
કારણ કે અત્યાર સુધીમાં આવા ચોરીના અનેક બનાવોમાં ટ્રક કે ટેમ્પા ચાલક દ્વારા ચારી કે, લૂંટની વાર્તા ઉપજાવી કાંઢીને લાખો રૂપિયાનો માલ સગેવગે કરવામાં આવતો હોવાનું વારંવાર પ્રકાશમાં આવતું રહ્યું છે હાલ અસહ્ય ગરમીને કારણે પંખા અને કૂલરના વેચાણ ખુબ જ વધી રહ્યા  છે. તો ચોરોએ આ વાતને ધ્યાનમાં લઇ પંખાને ચોરી માટે ટાર્ગેટ બનાવેલા હોય તેવું ચર્ચા ચર્ચાઈ રહ્યું છે. વાપી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી અતિશય ગરમી પડી રહી છે. 42 ડીગ્રી સુધી તાપ પડતાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે તસ્કરોએ સખત તાપ વચ્ચે રૂ. 15 લાખથી વધુના પંખાની ચોરી કરી હતી. આ અંગે વાપી જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Theft of 15 lakh rupee fans at Vapi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended