Home »Daxin Gujarat »Latest News »Valsad» The Missing Student Of Pardi College Found A Dead Body

પારડી કોલેજની ગુમ થયેલી વિદ્યાર્થિનીની કૂવામાંથી લાશ મળી

Bhaskar News, Vapi | Apr 21, 2017, 22:44 PM IST

  • પારડી કોલેજની ગુમ થયેલી વિદ્યાર્થિનીની કૂવામાંથી લાશ મળી,  valsad news in gujarati
વાપી:પારડી નજીક સુખલાવ સ્થિત ભોય ફળિયામાં રહેતી અર્પણા મનહરભાઈ પટેલ 17 એપ્રિલે સવારે પોતાની બહેનપણીને ત્યાં જાઉં છું કરીને ઘરથી નીકળી હતી. જે પરત ઘરે ન આવતા તેની શોધખોળ સંબંધી તેમજ મિત્રને ત્યાં કરાઇ હતી. પરંતુ તે ન મળતાં  ઘટના અંગે ગૂમ થનાર યુવતીના પિતાએ પારડી પોલીસ મથકે જણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
 
સુખલાવની યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ હતી
 
ત્યારબાદ શુક્રવારે સુખલાવ ગામે તેમની  વાડીના કુવામાંથી યુવતીની લાશ મળી આવી હતી. મૃતક યુવતીની મોટી બા સરોજબેનને દુર્ગંધ આવતા કુવામાં ડોક્યું મારતાં શંકા ગઇ હતી.  જેમને લાશ દેખાતાં બુમાબુમ કરતા પરિવારના લોકો દોડી આવ્યા હતાં. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. પારડી પોલીસની ટીમ સ્થ‌ળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. યુવતીની લાશ ડી કોમ્પોઝ થઇ ગઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The missing student of Pardi College found a dead body
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended