Home »Daxin Gujarat »Latest News »Valsad» Surat Liquor Consignments Car Kills Man - Woman Arrested In Vapi

કારમાં દારૂની ખેપ મારતા સુરતના યુવક - યુવતી વાપીમાં ઝડપાયા

Bhaskar News, Vapi | Apr 19, 2017, 04:08 AM IST

  • કારમાં દારૂની ખેપ મારતા સુરતના યુવક - યુવતી વાપીમાં ઝડપાયા,  valsad news in gujarati
વાપી:વાપી ટાઉન પોલીસે મંગળવારે બપોરના સુમારે મળેલી બાતમીના આધારે કોપરલી ચાર રસ્તા નજીકથી દમણથી દારૂ ભરીનેે જઇ રહેલી ઇકો કારમાં 46 હજારના દારૂના જથ્થા સાથે યુવક યુવતીને ઝડપી પાડ્યા હતા. યુવકે પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ દારૂ લઇ જતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હાલ તો ટાઉન પોલીસે બંને યુવક યુવતીને દારૂની ખેપ મારવાના કેસમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
 
46 હજારનો દારૂ લગ્ન પ્રસંગ માટે લઇ જતા હતા
વાપી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મંગળવારે બપોરના સુમારે દમણ તરફથી આવી રહેલી ઇકો કાર નંબર જીજે05-જેપી-9973ને આતરીને તપાસ કરતા તેમાંથી બિયરના ટિન તથા જુદી જુદી બ્રાન્ડની વ્હીસકી મળી આવી હતી. પોલીસે કુલ 46,500 રૂપિયાનો દારૂનો જથ્થો તથા 3 લાખની કિંમતની કાર સાથે સુરતના નાનપુરા, માછીવાડ સ્થિત ખાજાદાનની દરગાહ પાસે રહેતા આદિલ મહમદ ખાન અને 22 વર્ષની યુવતી રૂખશા ઉર્ફે પિન્કીની ધરપકડ કરી છે. દારૂની ખેપ મારતા ઝડપાયેલા આદિલ ખાને પોલીસને પોતાના ઘરે મેરેજ હોવાથી પીવડાવવા માટે અા દારૂનો જથ્થો લઇ જતો હતો. હાલ તો ટાઉન પોલીસે જે પોતાની ઓળદ ભાઇ બહેન તરીકે આપી રહ્યા છે એવા યુવક યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
ફોટો ન પડાવવા યુવતીએ ધમાલ મચાવી
 
પોલીસ રેકર્ડ માટે જ્યારે યુવતીનો ફોટો પડાવવા માટે કહ્યું ત્યારે યુવતી રૂખશાર ઉર્ફે પિન્કી એકદમ એગ્રેસિંવ થઇ ગઇ હતી. પોલીસને કહી દીધું હતું કે, તમારાથી થાય એ કરી લો, મારે ફોટો નથી પડાવવો. આખરે પોલીસે સમજાવી કે આ ફોટો મીડિયા માટે નથી અમારા રેકર્ડ માટે છે તૈયાર તે ફોટા માટે તૈયાર થઇ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat liquor consignments car kills man - woman arrested in Vapi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended