Home »Daxin Gujarat »Latest News »Valsad» Student To Give Collage Exam On Wedding Day In Vapi

વાપીની અંકિતા પટેલે કોલેજની પરીક્ષા આપી લગ્નના માંડવે બેસી

Bhaskar News, Vapi | Apr 18, 2017, 01:01 AM IST

  • વાપીની અંકિતા પટેલે કોલેજની પરીક્ષા આપી લગ્નના માંડવે બેસી,  valsad news in gujarati
વાપી:દક્ષિણ ગુજરાતમાં લગ્ન સિઝન દરમિયાન કોલેજોમાં વાર્ષિક પરીક્ષા યોજાતી હોય છે. જેના કારણે કન્યા કે વરરાજાએ લગ્નના દિવસે પણ પરીક્ષા આપવી પડે છે. સોમવારે વાપી નજીકના નામધા ગામની વિદ્યાર્થિનીએ લગ્નના દિવસે જ રોફેલ કોલેજોમાં પરીક્ષા આપી હતી. લગ્નના દિવસે પહેલાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ત્યારબાદ લગ્નવિધિમાં તેમેણે ભાગ લીધો હતો. આ પરીક્ષા આપવા માટે પરિવારજનો તથા સાસરિયા પક્ષ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
 
અંકિતાએ લગ્નના દિવસે કોલેજની પરીક્ષા આપી

વાપી નજીક આવેલાં નામધા ગામમાં અંકિતાબેન સુરેશભાઇ પટેલના લગ્ન 17 એપ્રિલ સોમવારે નકકી કરાયા હતાં. આ દિવસે ટી.વાય.ની પરીક્ષા આવતી હતી. જેને લઇ અંકિતાના મનમાં સવાલ ઊભો થયો હતો કે પરીક્ષા આપુ કે નહી, પરંતુ તેમના પરિવારજનો અને સાસરા પક્ષ દ્વારા પરીક્ષા આપવા ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેને લઇ અંકિતા પટેલે સોમવારે પોતાનું મન મકકમ કરી વાપી રોફેલ કોલેજમાં પ્રશ્રપત્ર આપ્યું હતું. લગ્નના દિવસના કપડાં સાથે પરીક્ષા આપતાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભારે કુતુહલ જોવા મળ્યાં હતાં.
 
સાસરિયા પક્ષ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું 

અંકિતા પટેલે અન્ય વિદ્યાર્થીઓને પણ પહેલા પરીક્ષા ત્યારબાદ લગ્ન વિધિમાં જવાનો સંદેશ આપ્યો હતો. પ્રશ્રપત્ર પૂર્ણ થયા બાદ તેમણે લગ્નવિધિમાં ભાગ લીધો હતો. છેલ્લા થોડા વર્ષોથી યુવક-યુવતીઓ લગ્નના દિવસે પરીક્ષા આપી રહયાં છે. પીઠી સાથે પરીક્ષા આપતાં હોવાના અનેક કિસ્સાઓમાં જોવા મળી રહયાં છે. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળી રહી છે. ખાસ કરીને કોલેજના અધ્યાપકો પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અંકિતાએ કહ્યું કે, આજનું પેપર શારૂ રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Student To Give Collage Exam on Wedding Day in Vapi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended