Home »Daxin Gujarat »Latest News »Valsad» One Youth Killed And Two Injured In Bike Accident At Valsad

દમણમાં દારૂની મહેફિલ માણી પર ફરતા ત્રણ યુવાનોનો અકસ્માત, એકનું મોત

Bhaskar News, Valsad | Mar 20, 2017, 02:37 AM IST

  • સુરતના 3 યુવાનોએ દમણમાં બિયર પીધો હતો
વલસાડ:સુરતથી દમણ દારૂની મહેફિલ માણવા આવેલા 3 યુવાનોની બાઇકને વલસાડ નજીક હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 18 વર્ષિય યુવકનુું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે યુવાનોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.

સુરતથી ત્રણ મિત્રો સાથે બાઇક પર આવ્યો હતો

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સુરત ફૂલવાડી મરીમાતા રોડ વિસ્તારમાં રહેતા આલમ જમાલુદ્દીન અન્સારી, શિરાજ સાઉદ્દીન શાહ અને લલુ નામના 3 યુવાનો બાઇક પર સવાર થઇ દમણ આવ્યા હતા. દમણ દરિયા કિનારે તેમણે બિયર પીધો હતો. જેના ફોટા પણ તેમણે પડાવ્યા હતા. 3 મિત્રો દમણમાં પાર્ટી કરી પરત થઇ રહ્યા હતા ત્યારે વલસાડ નજીક હાઇવે પર તેમની બાઇકને અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે શિરાજ સાઉદ્દીન શાહનું મોત નિપજ્યું હતુ. જ્યારે આલમ અને લાલુને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તેમના પરિવાર જનો મોડી સાંજે સુરતથી વલસાડ આવવા રવાના થયા હતા. પોલીસે પણ આ મામલે મોડી સાંજે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી હતી.

રવિવારે પણ પોલીસ દ્વારા ચેકિંગ જરૂરી

સુરતથી દર રવિવારે મોટી સંખ્યામાં લોકો દમણમાં મહેફિલ માણવા માટે આવતા હોય છે. પરત ફરતી વેળા વલસાડ ને.હા.નં.-8 તેમજ અન્ય માર્ગો ઉપરથી પુરપાર ઝડપે અને નશાની હાલતમાં વાહન હંકારવાને લઇ પોતાનો જીવ તો જોખમમાં મુકે છે પરંતુ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા આવ્યાં છે. અવર-નવર આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા નશાની હાલતમાં વાહન હંકારતા ચાલકો સામે પગલા ભરાતા નથી.માત્ર થર્ટીફસ્ટ કે પછી અન્ય કોઇ તહેવાર હોય ત્યારેજ પોલીસ દારૂડિયાઓનું ચેકિંગ કરતી હોય છે.
 
(તસવીર: ચેતન મહેતા, વલસાડ)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: One Youth Killed and Two Injured in Bike Accident at Valsad
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended