Home »Daxin Gujarat »Latest News »Valsad» Lawyers Burnt The Statue Of The Chairman Of The Law Commission

વલસાડ: વકીલોએ લો કમિશનના ચેરમેનનું પૂતળુ બાળ્યું

Bhaskar News, Valsad | Apr 21, 2017, 22:50 PM IST

વલસાડ:લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા લોકસભામાં રજૂ થયેલા નવા બિલને લઇ વકીલો કાયમી સ્વરૂપે અન્યાયી અને ગુલામ બની જાય એવી અભિવ્યક્તિ સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે વલસાડ બાર કાઉન્સિલના વકીલોએ 31મી માર્ચ બાદ 21 એપ્રિલે એક દિવસીય હડતાલ પાડી હતી. વલસાડના વકીલોએ શુક્રવારે કોર્ટનો ગેટ બંધ કરી કાર્યથી અગળગા રહ્યા હતા અને સૂચિત બિલની હોળી કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
 
વલસાડ વકીલ મંડળે વકીલ એકતા ઝીંદાબાદના નારા સાથે કલેક્ટર કચેરી ગુંજવી દીધી
 
વલસાડના વકીલો 21 એપ્રિલના રોજ સૂચિત બિલની કોર્ટ કમ્પાઉન્ડમાં જ હોળી કરી તેનો ઉગ્ર વિરોધ દર્શાવી ડ્રેસ કોડમાં એક રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં વકીલ એકતા ઝીંદાબાદના નારા સાથે તેમણે કલેક્ટર કચેરી ગુંજવી હતી અને સૂચિત બિલના વિરોધમાં એક આવેદનપત્ર કલેક્ટરની અનઉપસ્થિતિને લઇ ડેપ્યુ. કલેક્ટરને આપ્યું હતુ.
આ આવેદનપત્ર પાઠવ્યા બાદ વકીલોએ વલસાડ કોર્ટ પરિસરમાં લો કમિશનના ચેરમેન જસ્ટીસ ચૌહાણનું પુતળુ સળગાવી તેનો વિરોધ કર્યો હતો.
 
આવેદનપત્ર મામલે  પોલીસ સાથે રકઝક
 
આવેદનપત્ર પાઠવવા પોલીસે માત્ર પાંચ વકીલોને કચેરીમાં જવા જણાવતાં વકીલો ઉશ્કેરાઇ જઇ મોટી સંખ્યામાં તેઓ કલેક્ટર કચેરીમાં ધસી ગયા હતા. કલેક્ટર કચેરીમાં પણ વકીલોએ પોલીસ અધિકારી સાથે રકઝક કરતાં મામલો થોડો ગરમાઇ ગયો હતો.
 
એક પૂતળું પોલીસે કબજે કર્યું તો વકીલો બીજું પૂતળું લઇ આવ્યા
 
વલસાડ વકીલો દ્વારા શુક્રવારે સૂચિત બિલ ના વિરોધ સાથે લો કમિશનના ચેરમેન જસ્ટિસ ચૌહાણ ના પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ કલેક્ટર કચેરીએ પૂતળું દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસ તેમનું પૂતળું કબજે લીધું હતું. જોકે વકીલો તુરંત બીજું પૂતળું લઈ આવ્યા અને કોર્ટ પરિસર બહાર તેનું દહન કર્યું હતું.
 
વકીલોની પોલીસ સાથે ધક્કા મુક્કી
 
વકીલો બિલની હોળી સાથે લો કમિશનના ચેરમેન જસ્ટીસ ચૌહાણનું પુતળુ લઇ કલેક્ટર ઓફિસે પહોચ્યા હતા. જ્યાં તેમને તેનું દહન કરવા દેવાયું ન હતુ. ત્યારબાદ કોર્ટ પરિસરમાં પૂતળુ સળગાવવા જતા પોલીસ સાથે ધક્કા મુક્કી થઇ હતી.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lawyers burnt the statue of the chairman of the Law Commission
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended