Home »Daxin Gujarat »Latest News »Valsad» Group B Students In Math Paper At Valsad

વલસાડ: ગણિતના પેપરમાં ગૃપ બીએ વિદ્યાર્થીઓને મથાવ્યા

Bhaskar News, Valsad | Mar 21, 2017, 02:17 AM IST

વલસાડ:ધોરણ 10 અને ધોરણ 12 ની પરિક્ષામાં ગણિતનું પેપર સોમવારે સારું જતાં વિદ્યાર્થીઓને ગણિતના હાવમાંથી થોડી રાહત થઇ હતી. બંને ધોરણમાં ગણિતનું ગૃપ એનું પેપર ખુબ સહેલું લાગ્યું હતુ. જ્યારે ગૃપ બીમાં બે પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પુછાતાં વિદ્યાર્થીઓ થોડા ગુંચવાયા હતા.ધોરણ 10 અને 12 સયાયન્સના ગણિતના પેપરમાં બે સવાલો સિવાય તમામ સવાલો કોર્ષમાંથી જ પુછાયા હોય, વિદ્યાર્થીઓને પ્રમાણમાં પેપર સહેલું લાગ્યું હતુ.
  ગત વર્ષ કરતાં આ વર્ષનું પેપર સારું હોવાનો મત વિદ્યાર્થીઓએ આપ્યો હતો. જેને લઇ ગણિતનું પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને ભારે રાહત મળી હતી.   સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પણ પેપર હતુ. જેમાં ગૃપ એમાં થોડા ટ્વીસ્ટ સવાલો રહ્યા હતા. જ્યારે ગૃપ બી એકંદરે સરળ રહ્યું હતું. સોમવારે ધો. 10ની ગણિતની પરીક્ષામાં 4945 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 1133 ગેરહાજર રહ્યા હતાં. ધો. 12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર પેપરમાં 13488 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 398 ગેરહાજર હતાં. 12 વિ.પ્ર.માં 3664 વિદ્યાર્થીઓ હાજર હતાં. જયારે 54 ગેરહાજર.

એકંદરે પેપર સરળ રહ્યું હતુ
 
ગણિતના પેપરમાં એકાદ બે સવાલો કોર્ષની બહારથી પુછાયા હતા. આ સિવાય તમામ સવાલો અટપટા ન હોય એકંદરે પેપર સારું રહ્યું હતુ - કિર્તન ગુપ્તા, વિદ્યાર્થી ધોરણ 10, વલસાડ.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Group B students in math paper at Valsad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended