Home »Daxin Gujarat »Latest News »Valsad» Excise Department Order To Beats Of Administrators Of Wine Shop In Daman

દમણમાં વાઇન શોપ અને બારના નવા કાયદાથી સંચાલકોમાં ફફડાટ મચી ગઇ

Bhaskar News, Daman | Jan 20, 2017, 04:08 AM IST

  • દમણમાં વાઇન શોપ અને બારના નવા કાયદાથી સંચાલકોમાં ફફડાટ મચી ગઇ,  valsad news in gujarati
દમણ: દમણ એકસાઈઝ વિભાગે દારૂ વિક્રેતાઓ પર સખ્તાઇથી કાર્યવાહી ની શરૂઆત કરી ગેરકાયદે દારૂની હેરાફેરી પર અંકુશ લાવવાની કવાયત હાથ ધરી છે. જેમાં દારૂ વિક્રેતાઓ જો સ્ટોક, વેચાણ અને એકાઉન્ટ મેન્ટેન નહીં કરે કે રોજે રોજનો હિ‌સાબ ન બતાવે તો ફ્કત દિવસના 5 પેટી જ દારૂ વેચી શકશે, તેવો ફતવો જાહેર કર્યો છે. જેનાથી દમણના દારૂ વિક્રેતાઓમાં ભારે નારજગી સાથે ફફડાટ ફેલાઇ ગયો છે. 

એકસાઇઝ કમિશનરને રજૂઆત

એક્સાઇઝ વિભાગના આ કડક કાયદા સામે ભાજપ પ્રમુખ ગોપાલદાદા દારૂ વિક્રેતાઓ સાથે મળીને એકસાઇઝ કમિશનર વિક્રમસિંગ મલિકને ઘટતુ કરવા માટે જણાવ્યુ હતું. એકસાઇઝ કમીશનરે આ બાબતે કહ્યુ કે, વિભાગ દ્વારા કોઇ સખ્તાઇ રાખવામાં આવી નથી. આ તો ફકત દારૂ વિક્રેતાઓ રોજીંદાનો હિ‌સાબ રાખી જેમાં સ્ટોક, વેચાણનંુ એકાઉન્ટ મેન્ટેન કરી વિભાગને બતાવશે. અને વિભાગના આદેશનંુ પાલન કરશે તો 5 પેટી વેચીં શકવાની મર્યાદા પરત લઇ લેવામા આવશે. પરંતુ જો વિભાગના આદેશનું પાલન ન થાય તો આ નિયમ ચાલંુ રહેશે. કમિશનરનંુ કહેવુ હતુ કે, ગેરકાયદ  થતી દારૂની હેરાફેરી બંધ કરી કાયદેસરનો ધંધો થાય તે હેતુથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રેસ્ટોરન્ટના લાઇસન્સપર વાઇન શોપ નહી ચાલે

ડેપ્યુટી એકસાંઇઝ કમિશનર ર્ચામી પારીખે જણાવ્યું હતું કે, દમણમાં વાઇન શોપનું લાયસન્સ લઇને બાર રેસ્ટોરેન્ટ ચલાવામા આવે છે અને બાર રેસ્ટોરેન્ટના લાઇસન્સ પર વાઇન શોપ ચલાવામા આવે છે જે તદન ગેરકાયદે ગણાય છે. જે પ્રકારનું લાયસન્સ હોય તેજ પ્રકારનો ધંધો થવો જોઇએ. જે પણ ગેરકાયદે ધંધો કરતા મળી આવશે, તેના વિરૂદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Excise Department Order to Beats of Administrators of Wine Shop in Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended