Home »Daxin Gujarat »Latest News »Valsad» DEO Slap For RJJ School Infringement Of Fee Act Law In Valsad

વલસાડ: ફી અધિનિયમન કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ RJJને DEOની લપડાક

Bhaskar News, Valsad | May 19, 2017, 04:38 AM IST

વલસાડ: વલસાડ શહેર સહીત સમગ્ર રાજ્યમાં એક તરફ ખાનગી શાળાઓની ફી ઉઘરાણી પર સરકાર દ્વારા લગામ લગાવવામાં આવી છે. ત્યાં શહેરની આર.જે.જે અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા સરકારના તમામ નિયમોની એસી કી તેસી કરી વાલીઓ પર ગત વર્ષની સરખામણીએ વધારાની ફીનો બોજો ઠાલવી દેવાયો હોવાના આહેવાલ દિવ્યભાસ્કરમાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે શાળાને ખુલાસો માંગતી નોટીસ ફટકારતા વાલીઓમાં આશાની કિરણ જાગી છે.

ગત વર્ષની સરખામણીએ રૂ. 1500નો ફી વધારો ઝીંકાયો

શહેરના તીથલ રોડ સ્થિત આવેલ શેઠ આર.જે.જે અંગ્રેજી માધ્યમની શાળા પહેલાથીજ ફી અધિનિયમના મુદ્દાને કારણે વાલીઓ સાથે ઘર્ષણ માં રહી છે. ત્યારે શાળા દ્વારા તમામ વર્ગોમાં ગત વર્ષની સરખામણીએ આશરે રૂ.1500નો ફી વધારો પણ ઝીંકી દેવામાં આવ્યો હોવાનો આહેવાલ દિવ્યભાસ્કર દ્વારા પ્રકાશિત કરાતા સફાળા જાગેલા શિક્ષણ વિભાગે તાબડતોબ શાળા પાસે ફી વધારો કરવાના કારણો અંગે ખુલાસો માંગતી નોટીસ ફટકારી દીધી છે.

મંજુરી બાદ શાળા ફી વધારો કરી શકે

ગુજરાત સરકારના ફી અધિનિયમનનાં નવા નિયમો પ્રમાણે કોઈ પણ શાળાએ તેની વર્ષ 2016/17ના સત્રમાં લેવામાં આવેલ ફીમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવાનો નથી. અને જો કોઈ શાળા વધારો ઈચ્છતી હોય તો તેણે શાળાના ઓડીટ રીપોર્ટ સાથે ફી વધારવાના કારણો અને તેના પોરાવા સાથેની એફિડેવિટ કરી શાળાની ફાઈલ ઝોન કમિટી સમક્ષ રજુ કરવાની રહેતી હોય છે. અને ત્યાર બાદ ઝોન કમિટીની તપાસ બાદ જેતે શાળાને જો મંજુરી આપવામાં આવે ત્યાર બાદ શાળા ફી વધારો કરી શકે છે.

શાળા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ

આર.જે.જે દ્વારા ફાઈલ તૈયાર કરવામાં આવીછે. પરંતુ ઝોન કમિટીમાં જેતે ફાઈલ હજી રજુ કરવાની પણ બાકીછે એ છતાં ફી વધારો વાલીઓપર ઝીંકી દેવામાં આવ્યો હતો. ત્યારે ઝોન કમિટીમાં રજુ કરવાની એક પણ ફાઈલ હજી સુધી શિક્ષણ વિભાગને મળી નથી અને શાળાએ મનસ્વી રીતે ફી વધારો કરી દેતા જિલ્લા શિક્ષણ વિભાગે વાલીઓને બેફામ લૂંટી રહેલા શાળા સંચાલકો સામે લાલ આંખ કરતા અન્ય શાળા સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ફી વધારવી હોય તો ફાઈલ 20 મે સુધી કમિટી સમક્ષ રજૂ કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DEO Slap For RJJ School Infringement Of Fee Act Law in Valsad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended