Home »Daxin Gujarat »Latest News »Valsad» CM Vijay Rupani Removes Red Beacon From Car In Dharampur At Valsad

વલસાડ: વિજય રૂપાણીએ સ્કોર્પિયો પરથી જાતે જ ઉતારી લાલ લાઈટ

Hasin Shaikh, Valsad | Apr 20, 2017, 15:40 PM IST

  • ધરમપુરમાં વિજય રૂપાણીએ પોતાની કાર પરથી લાલ લાઈટ ઉતારી
વલસાડ: જિલ્લાના ધરમપુર ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્રનાં લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીઆઇપી કલ્ચર સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારે લાદેલા પ્રતિબંધનો અમલ શરૂ કરી દીધો છે. 1 મેથી આ પ્રતિબંધનો અમલ શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં મુખ્યમંત્રીએ સ્કોર્પિયો પરથી લાલ લાઇટ ઉતારી રાજ્યના તમામ વીઆઇપીઓને કડક સંદેશો આપ્યો હતો.

ગુજરાતમાં કેન્દ્રના આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું
 
કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટની જોગવાઇને રદ કરી વીઆઇપીઓની ગાડી પર લગાવવામાં આવતી લાલ લાઇટ દૂર કરવા માટે બુધવારે જાહેરાત કરી હતી. જેને તમામ રાજ્યોમાં પણ લાગૂ કરવામાં આવેશે તેવો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રના આદેશનું પાલન ગુરૂવારથી જ કરી દીધો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુરૂવારે ઓઝરપાડામાં પબ્લિક પાર્ટનરશિપ હેઠળ નિર્માણ કરાયેલા વોકેશનલ તાલીમ કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરવા આવેલા સીએ વિજય રૂપાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની હાજરીમાં પોતાની ગાડી પરથી લાલ લાઇટ ઉતારી દીધી હતી. આ સાથે તેમણે ગુજરાતમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હોવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ પ્રતિબંધનો અમલ 1 મેના રોજથી અમલમાં આવશે તેવો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો,પરંતુ ગુજરાતમાં તેના બીજા જ દિવસથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં તમામ વીઆઇપી કલ્ચરને સમાપ્ત કરી દેવા ફરમાન

1 મેથી અમલમાં આવનાર આ નિર્ણયના બીજા જ દિવસે મુખ્યમંત્રી વજય રૂપાણીએ પોતાની ગાડી પરથી લાલ લાઇટ ઉતારી દીધાં બાદ તરત જ સમગ્ર રાજ્યમાં તેનો અમલ શરૂ કરી દેવા આદેશ કરાશે તેવું જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણયથી લોકોને લાલ લાઇટના કારણે વીઆઇપી કલ્ચરથી ઉઠાવવી પડતી મુશ્કેલીઓ દૂર થશે તેવી કેફિયત દર્શાવી હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેન્દ્રના નોટિફિકેશનના અભ્યાસ પછી અમલઃ નીતિન પટેલ 
 
તસવીરો - ચેતન મહેતા, વલસાડ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CM vijay rupani removes red beacon from car in Dharampur at Valsad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended