Home »Daxin Gujarat »Latest News »Valsad» CM Dharampur, Invitations Key Missing

CM ધરમપુરમાં, આમંત્રણ પત્રિકામાં પ્રમુખ ગાયબ

Bhaskar News, Dharampur | Apr 19, 2017, 04:08 AM IST

  • CM ધરમપુરમાં, આમંત્રણ પત્રિકામાં પ્રમુખ ગાયબ,  valsad news in gujarati
ધરમપુર:ધરમપુર ખાતે આવતીકાલે ગુરુવારે મુ.મંત્રીના યોજાનારા કાર્યક્રમ અંતર્ગત છપાયેલી પત્રિકામાં અતિથિ વિશેષમાં પાલિકા અને તાલુકા પંચાયત પ્રમુખના નામનો ઉલ્લેખ નહીં કરતાં ભારે આશ્ચર્યની સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
 
પાલિકા પ્રમુખ સુમિત્રાબેન ચૌધરી અને તા.પં. પ્રમુખ અનિતાબેનની બાદબાકીથી વિવાદ
 
ધરમપુરના ઓઝરપાડા ખાતે આગામી ગુરુવારે મુ. મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત તથા અતુલ રૂરલ ડેવલપમેંટ ફંડ, અતુલ સંચાલિત પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળના વોકેશનલ તાલીમ કેન્દ્ર, ધરમપુરના મકાનનું લોકાર્પણ સમારોહ તથા નિમણૂક પત્ર એનાયતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે માટેની છપાયેલી નિમંત્રણ પત્રિકામાં અતિથિ વિશેષમાં વલસાડના જિલ્લા પંચાયત પ્રમુખ, વલસાડના સાંસદ, અને વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા અને ધરમપુરના ધારાસભ્યોનો ઉલ્લેખ કરાયો છે.જોકે ધરમપુરના પ્રથમ નાગરીક પાલિકા પ્રમુખ સુમિત્રાબેન ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ અનિતાબેન બી. સિંધાના નામોની બાદબાકી કરાતાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
કોણ શું બોલ્યુ
 
પાલિકા પ્રમુખ સુમિત્રાબેનને ટેલિફોન સંપર્ક કરાતા તેમણે કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. તા.પં. પ્રમુખ અનિતાબેન સિંધાએ ધરમપુરમાં આ કાર્યક્રમ હોય સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખનું નામ હોવું જોઈએ તેવું જણાવ્યું હતું. જ્યારે પ્રાંત અધિકારી એમ.બી. પ્રજાપતિએ ટ્રાયબલ વિભાગ ગાંધીનગરથી પત્રિકા બાબતે ફાઈનલ કરાયું હોવાનું રટણ કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CM Dharampur, invitations key missing
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended