Home »Daxin Gujarat »Latest News »Valsad» BJP Is Committed To Building The Grand Ram Temple

ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભાજપ કટિબધ્ધ છે: સંજય જોષી

Bhaskar News, Vapi | Apr 21, 2017, 23:30 PM IST

  • ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભાજપ કટિબધ્ધ છે: સંજય જોષી,  valsad news in gujarati
વાપી:રામમંદિરના નિર્માણ માટે ભાજપે પહેલેથી સંકલ્પ કર્યો છે. ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભાજપ કટિબધ્ધ છે. આ મામલે ભાજપ આગળ વધશે. આ શબ્દો શુક્રવારે વાપી અને દમણની મુલાકાતે આવેલાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘના પ્રચારક અને ભાજપાના નેતા સંજય જોષીઅે કહયા હતાં. દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રતિસ્પર્ધી તરીકે ગણાતાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘના પ્રચારક અને ભાજપાના નેતા સંજય જોષી શુક્રવારે દમણના એક સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી.
 
વાપી, દમણની મુલાકાતે આવેલા સંજય જોષીએ મોદીની ત્રણ વર્ષની કામગીરીને બિરદાવી
 
ટ્રેન મારફતે વાપી સ્ટેશન પર આવતાં તેમણે પત્રકારો સાથે વાત-ચીત કરી હતી. જેમાં સંજય જોષીએ જણાવ્યું હતું કે રામમંદિરના મુદા અંગે પુછતાં તેમણે જણાવ્યું હતું કે રામમંદિરનો મુદો પહેલેથી ભાજપના એજન્ડામાં છે. રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. ભાજપ આ મટે કટિબધ્ધ છે. ભાજપ આ માટે આગળ ‌વધશે. સંજય જોષીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ વર્ષની કામગીરીને બિરદાવી હતી. વાપી સ્ટેશન પર દાનહના અનિલ પટેલ, દાનહ અને દમણ-દીવ ભાજપના દીપક જાદવ સહિત, ઉદવાડના દેવેન્દ્ર આચાર્ય સહિતના કાર્યકરોએ સંજયભાઇનું સ્વાગત કર્યું હતું.
 
વિધાનસભાની ચૂંટણીમાં એક કાર્યકર તરીકે સેવા આપીશ
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે પુછતાં સંજય જોષીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૫૦થી વધુ બેઠકો મેળવામાં સફળતાં મેળવશે. આ ચૂંટણીમાં ભાજપના એક કાર્યકર તરીકે સેવા બજાવીશ. જયારે તાજેતરમાં વીઅાઇપી કલ્સર પૂર્ણ કરવાના નિર્ણયને તેમણે આવકાર્યો હતો. આ નિર્ણયથી સમાજમાં સારો મેસેજ જશે એવું તેમણે જણાવ્યું હતું . જો કે સંજય જોષીને મળવા વર્તમાન ભાજપના હોદેદારો જોવા મળ્યાં ન હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP is committed to building the grand Ram temple
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended