Home »Daxin Gujarat »Latest News »Valsad» 7 People Death To Jeep Truing Near Dharampur Area

ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત

Chetan Mehta, Dharampur | Mar 21, 2017, 12:00 PM IST

  • અકસ્માતમાં જીપનો કુચ્ચો થઇ ગયો હતો
ધરમપુર:ધરમપુરથી આશરે 25 કિ.મી. દૂર આવેલા તમછડી ગામના 11 જેટલા રહીશો નાની કોરવડ ખાતે લગ્નમાં રિંગણ અને બટાકાનો જથ્થો આપી પરત તામછડી આવી રહ્યા હતાં. ત્યારે રાત્રે 9:30 કલાકે કોરવડથી તામછડી વચ્ચે આવતા હાંડીઘાટના વણાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ એક ઘાટ પરથી બીજા ઘાટ ઉપર પલટી મારતા 7 લોકોના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયાં હતાં. જયારે 2 ને ગંભીર હાલતમાં સ્ટેટ હાલતમાં સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
 
જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે રાત્રિના સમયે કાબૂ ગુમાવ્યો
 
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ધરમપુરના તામછડી ગામે રહેતા 11 જેટલા લોકો સોમવારે નાની કોરવડ ખાતે એક લગ્ન સમારંભમાં રિંગણ બટેટા સહિત શાકભાજીનો સામાન પહોંચાડવા ગયા હતાં. જયાંથી રાત્રે 9:30 કલાકે પીકઅપ જીપ નં. જીજે.15.બીબી.0427માં પરત ફરી રહ્યા હતાં ત્યારે કોરવડ-તામછડી વચ્ચે હાંડી ઘાટના વણાંક પર જીપની લાઇટ બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવતા જીપ પલટી  મારતા 7 વ્યક્તિ દબાઇને મોતને ભેટી હતી.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 people death to jeep truing near dharampur area
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended