Home »Daxin Gujarat »Latest News »Valsad» 500 Crore Water Scheme Will Be Completed In Dharampur And Kaprada

ધરમપુર-કપરાડામાં 500 કરોડની પાણી યોજના સાકાર થશે: CM

Bhaskar News, Valsad | Apr 21, 2017, 02:27 AM IST

  • ધરમપુરના ઓઝરપાડામાં CMના હસ્તે વોકેશન તાલીમ સેન્ટરના ઉદ્દઘાટન
ધરમપુર:હેંડપંપ ખેચી અને કૂવામાંથી પાણી ખેંચીને આદિવાસી વિસ્તારના લોકોના બાવડા દુખ્યા છે ત્યારે ધરમપુર કપરાડા માટે 500 કરોડની પીવાના પાણીની યોજના સાકાર થશે. ઉપરોક્ત શબ્દો મુખ્યમંત્રી રૂપાણીએ ધરમપુરના ઓઝરપાડા ખાતે તાલીમ સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે ઉચ્ચાર્યા હતા.
 
દોઢ વર્ષમાં પાઈપલાઈન દ્વારા લોકોને પીવાનું પાણી મળશે

તેમણે વધુમાં જણાવ્યું કે, આવનારા પાંચ વર્ષમાં હેંડપંપ મુક્ત ગુજરાત બનશે.ગામડે ગામડે પાઈપલાઈનો, સર્ફેસવોટર અને વોટરજુથ પહોંચાડી  શહેરમાં ઘરોમાં બહેનો, દીકરીઓ નળથી પાણી મેળવે છે એજ રીતે મારી આદિવાસી વિસ્તારની બહેનો પણ હેંડપંપના બદલે ઘર આંગણે નળમાંથી પાણી મેળવે એ પ્રકારની વ્યવસ્થા આ ગુજરાત સરકાર કરવા માંગે છેનું જણાવ્યું હતું. આ સાથે દિવ્ય ભાસ્કરે ગુરુવારે ધરમપુર-કપરાડાનાં પાણી સમસ્યાના સમાચાર પ્રસિધ્ધ કર્યા  હતા. જેને આજે વાચા આપી હોય એમ સીએમએ ટૂંક સમયમાં ધરમપુર-કપરાડા વિસ્તારમાં 500 કરોડના ખર્ચે ટેન્ડર ફાયનલ થયું છે અને એજન્સી પણ ફિક્સ થઇ ગઈ છે એવુ જણાવી ખાતમુહૂર્તનાં કામ શરૂ કરી દોઢ વર્ષમાં પાઈપલાઈન દ્વારા લોકોને પીવાનું પાણી મળશે.
 
વોકેશનલ તાલીમ સેન્ટરનું લોકાર્પણ કર્યું
 
રૂપાણીએ ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે રૂ. 22 કરોડના ખર્ચે પીપીપી ધોરણે અતુલ કંપનીના સહયોગથી નિર્માણ થયેલા વોકેશનલ તાલીમ સેન્ટરનું લોકાર્પણ કરી, ગામડાઓમાં સોનાનો સુરજ ઉગે અને યુવાનો વિશ્વના પડકારો ઝીલીને ગુજરાતને વૈશ્વિક પ્રતિષ્ઠા આપે એવા ગુજરાતના નિર્માણની સંકલ્પબધ્ધતા વ્યકત કરી હતી. છેવાડાનો માનવી પણ રાજયની વિકાસયાત્રામાં જોડાય અને ગુજરાતનો જીડીપી ગ્રોથ આગળ વધે તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અગાઉ માત્ર 125 આઈટીઆઈ હતી. જે આજે  800નાં આંક પર પહોંચી છે.
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, રાજય સરકાર જમીન પણ નિયમ મુજબ ફાળવી આપશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 500 Crore Water Scheme Will Be Completed in Dharampur and Kaprada
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended