Home »Daxin Gujarat »Latest News »Surat City» MLAs Honors Program Canceled

સુરતના બારે બાર ધારાસભ્યોને ચિંમકી મળતાં સન્માન કાર્યક્રમ રદ!

Bhaskar News, Surat | Dec 29, 2012, 01:49 AM IST

- 'ખબરદાર જો સવાણીના સન્માન કાર્યક્રમમાં ગયા છો તો...'
 
- આજે કાર્યક્રમ યોજાવાનો હતો પણ પ્રદેશથી ચિમકી મળ્યાની ચર્ચા
 
ગુજરાત વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં વિજેતા બનેલા ૧૨ ધારાસભ્યોને સન્માનવાનો એક કાર્યક્રમ શનિવારે પી.પી. સવાણી સ્કુલમાં આયોજીત કરવામાં આવ્યો હતો.જે પાછળથી રદ કરવામાં આવ્યો હતો.આમ તો કદાચ આ સામાન્ય બાબત કહેવાતે પણ અંદરની વાત એવી છે કે, પ્રદેશમાંથી ધારાસભ્યોને ચિંમકી મળી હતી કે ખબરદાર જો, સવાણીના સન્માન કાર્યક્રમમાં ગયા છો તો. બારે બાર ધારાસભ્યોની હિંમત છે કે આદેશ આવ્યો પછી કાર્યક્રમમાં જાય. એટલે સન્માન કાર્યક્રમ રદ કરવો પડ્યો .જો કે કાર્યક્રમના આયોજક વલ્લભભાઈ સવાણીએ કહ્યું હતું કે,અમે કાર્યક્રમમાં રાખ્યો હતો, પણ ઘણા ધારાસભ્યો શનિવારે સુરતમાં હાજર રહી શકે તેમ નહોતા એટલે અમે કાર્યક્રમ રદ કરી નાંખ્યો છે.
 
સુરતના ૧૨ ધારાસભ્યોનું સન્માન કરવા પી.પી. સવાણીના ચેરમેન અને વરાછાના વલ્લભભાઈ સવાણીએ શનિવારે કાર્યક્રમ રાખ્યો હતો.વરાછાના રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે,ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે સવાણીએ એક ધારાસભ્યને હરાવવા માટે ગેમ બનાવી હતી,પણ આ ધારાસભ્ય ચુંટાઈ ગયા.આ વાતની ભાજપના મોવડીઓને જાણ થતા ધારાસભ્ય્થેને ચિંમકી આપવામાં આવી હતી કે આ કાર્યક્રમમાં જવાનું નથી.
 
- દરેકે પોતપોતાની વાત મૂકી
 
- હા આમંત્રણ તો મળ્યું છે પણ...
 
મને ઘરેથી જાણ થઈ હતી કે સન્માન સમારંભનું આમંત્રણ આવ્યું છે, પણ હું તો ગાંધીનગર છું.
- નાનુ વાનાણી, ધારાસભ્ય, કતારગામ
 
- મારા ઘરે શનિવારે પ્રસંગ છે
 
કાર્યક્રમ રદ થયો તેની ખબર નથી. જો કે મારા તો ઘરેજ શનિવારે પ્રસંગ છે એટલે મારાથી તો જઇ શકાય તેમ હતું જ નહીં.
- કિશોર વાંકાવાળા, ધારાસભ્ય, સુરત પ‌શ્ચિ‌મ
 
- પ્રાથમિક વાત થઈ હતી, કાર્યક્રમની ખબર નથી
 
મહેશભાઈ સવાણી સાથે પ્રાથમિક વાત થઈ હતી કે,ધારાસભ્યોને સન્માનવાનો કાર્યક્રમ રાખવાનો છે, પણ કઇ તારીખે રાખવાનો તે હજુ નક્કી નહોતું મને તો આખી વાતની કઇ ખબર નથી.
- જનક બગદાણાવાળા, ધારાસભ્ય, કરંજ
 
- ધારાસભ્યો કામ હોવાથી કાર્યક્રમ રદ કર્યો
 
અમે શનિવાર ૧૨ ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો, પણ પછી ખબર પડી કે ઘણા ધારાસભ્યોને અત્યારે કામ હોવાથી સુરતમાં જ હાજર નથી અટલે પછી કાર્યક્રમ રદ કરવાનું નક્કી કર્યુ.
- વલ્લભ સવાણી, કાર્યક્રમના આયોજક
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: MLAs honors program canceled
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext