Home »Daxin Gujarat »Latest News »Surat City» Younger Killed Woman At Anniversary Day, Woman Found Half Naked From Her Home In Surat

સુરતઃ એનિવર્સરીએ બન્યો હત્યારો, મહિલાની કરી હત્યા, અર્ધનગ્ન મળી'તી લાશ

divyabhaskar.com | Jan 16, 2017, 16:23 PM IST

  • વ્યાજે નાણા ફેરવતી મહિલાની હત્યા કરી આરોપી હત્યારાએ એનિવર્સરીની ઉજવણી કરી હતી
સુરતઃચલથાણ ખાતે આવેલા આરકે એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલ્સ, ટિકિટ બુકિંગ તેમજ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતી મૂળ પશ્ચિમ બંગાળની મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘાતકી હત્યાનો સુરત જિલ્લા એલસીબી પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે હત્યા પ્રકરણમાં મૂળ પશ્ચિમ બંગાળના યુવાનની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જે દિવસે હત્યા કરી તે જ દિવસે આરોપીની એનિવર્સરી હતી. અને હત્યા બાદ એનિવર્સરીની ઉજવણી પણ કરી હતી. 
 
મહિલાની હત્યા કરી લૂંટ ચલાવી
 
ગત 21મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે આવેલ આર.કે એપાર્ટમેન્ટ ખાતે ફ્લેટ નંબર 301માં રહેતી સાધના કાર્તિક રોયની ધોળા દિવસે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી માથાના ભાગે બોથડ પદાર્થથી ઇજા કરી હત્યા કરી નાંખી હતી. અને સોનાની ચેન અને સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કડોદરા બારડોલી રોડ પર આવેલ કોરઝોન હોટલ નજીક વિસ્તારમાંથી મોટરસાઇકલ જીજે-5-કેપી-7725 સૂજીત નોબાકુમાર ઘોસની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછતાછ કરતાં તેણે સાધનારોયની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. 
 
મહિલાની ચપ્પુ વડે ગળું કાપી નાંખી હત્યા કરી
 
સાધના અને સૂજીત ઘોસ પશ્ચિમબંગાળના હોવાથી એકબીજાથી પરિચિત હતા. જેથી થોડા મહિના અગાઉ 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જે પરત માંગતા ઉશ્કેરાય જઇ 21મી નવેમ્બરના રોજ સાધના સાથે બોલાચાલી થયા બાદ તેણે પ્રથમ ધક્કો મારી નીચે પાડી દીધી હતી. ત્યારબાદ માથામાં વેલણ માર્યું હતું. પછી ચપ્પુ વડે ગળું કાપી નાંખી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રૂપિયાની ઉઘરાણી કરતા હત્યા કરી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: younger killed woman at anniversary day, woman found half naked from her home in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended