Home »Daxin Gujarat »Latest News »Surat City» Woman Hanging Suicide At Home After Fiance Death By Bike Accident In Surat

સુરતઃ ફિયાન્સનું એક્સિડન્ટમાં મોત, આઘાતમાં યુવતીએ ઘરે ખાધો ગળેફાંસો

divyabhaskar.com | Jan 08, 2017, 15:48 PM IST

  • ફિયાન્સનું એક્સિડન્ટમાં મોત થતા આઘાતમાં સરી પડેલી યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સુરતઃ ડુમસમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિના પહેલા ફિયાન્સનું અકસ્માતમાં મોત થયા બાદ આઘાતમાં આવીને યુવતીએ પણ આપઘાત કર્યો હોવાનું જાણવામાં મળ્યું છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
 
 
અકસ્માત સમયે બંને હતા સાથે
 
ડુમસ નાગેશ્વર સ્ટ્રેટ ખાતે કિંજલ મહેશભાઈ પટેલ(ઉ.વ. 21) પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા-પિતા, બે બહેન અને એક ભાઈ છે. તે યુનિવર્સિટીમાં નોકરી કરી હતી. કિંજલ બાળપણના પ્રેમી બાદ ફિયાન્સ બનેલા બાદલ નામના યુવક સાથે એક મહિના અગાઉ ડુમસ ખાતે ફરવા ગઇ હતી. બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક સાથે એક્સિડન્ટ થયો હતો. જેમાં બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, બાદલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી આઘાતમાં સરી પડેલી કિંજલે આજે(શુક્રવાર) આપઘાત કરી લીધો હતો.
 
પ્રેમી સાથે સગાઈ
 

કિંજલ છેલ્લા 10 વર્ષથી બાદલ નામના યુવકના પ્રેમમાં હતી. કિંજલ અને બાદલ બંને બાળપણના પ્રેમી હતા. બંનેના પ્રેમની જાણ પરિવારને થતા બંને વચ્ચે અવાર નવાર ઘર્ષણ પણ થતું હતું. જોકે, બે વર્ષ પહેલાં પરિવારે સંમતિ આપી દીધી હતી અને સગાઈ કરાવી દીધી હતી.
 
કિંજલને ફિયાન્સના મોતની જાણ કરવામાં આવી ન હતી

પ્રેમી બાદ ફિયાન્સ બનેલા બાદલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની જાણ કિંજલને કરવામાં આવી ન હતી. એક્સિડન્ટમાં કિંજલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ કિંજલને બાદલના મોતની જાણ થઈ હતી અને તે આઘાતમાં સરી પડી હતી. દરમિયાન ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતી. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: woman hanging suicide at home after Fiance death by bike accident in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext