Home »Daxin Gujarat »Latest News »Surat City» Woman Gets Abortion Hospital And Woman Say Baby From Sister Husband In Surat

સુરતઃ યુવતી ગર્ભપાત કરાવવા પહોંચી હોસ્પિટલ, કહ્યું- આ બાળક જીજાજીનું છે

divyabhaskar.com | Apr 22, 2017, 08:38 AM IST

  • મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું છે, પાડી દો. યુવતીના આ વાક્યો સાંભળી ડોક્ટરો ચોંકી ગયા
સુરતઃ વેસુની એક યુવતી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ડોક્ટરોને કહ્યું હતું કે, મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું છે, પાડી દો. યુવતીના આ વાક્યો સાંભળી ડોક્ટરો ચોંકી ગયા હતા. અઢી મહિનાના ગર્ભ સાથે પહોંચેલી યુવતીની તપાસ કરતા બાળકનું ગર્ભમાં જ મોત નિપજ્યું હોવાનું ડાક્ટરોને જાણ થઈ હતી. જેથી તેણીનો ગર્ભપાત કરાવ્યો હતો.
 
યુવતીની વાત સાંભળી ડોક્ટરો ચોંકી ઉઠ્યા
 
વેસુ વિસ્તારમાં આવેલા આગમ નવકાર માર્કેટમાં મૂળ બિહારના નંદકિશોર સહાની(ઉ.વ.45) પત્ની અને સાળી પ્રિયંકા(નામ બદલ્યું છે)(ઉ.વ.22) સાથે રહે છે. પ્રિયંકા છેલ્લા આઠ વર્ષથી જીજાજી અને બહેન સાથે રહે છે. છૂટક મજૂરી કરી બહેનને આર્થિક રીતે મદદ કરતી હતી. દરમિયાન આજે(શુક્રવાર) પ્રિયંકા ગર્ભપાત માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અને ડોક્ટરોને કહ્યું હતું કે, મારા પેટમાં રહેલું બાળક મારા જીજાજીનું છે. તેને પાડી દો. જેથી ડોક્ટરો ચોંકી ગયા હતા. અને તેના જરૂરી ટેસ્ટ કર્યા હતા. જેમાં પ્રિયંકાનો અઢી માસનો ગર્ભ હતો. અને બાળકનું ગર્ભમાં જ મોત નિપજ્યું હોવાનું જણાયું હતું. જેથી ડોક્ટોરએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો.
 
બે વર્ષ પહેલાં પણ ગર્ભપાત કરાવ્યો હતો

  
પ્રિયંકા સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હોવાની જાણ થતા તેણીના બહેન અને જીજાજી દોડી આવ્યા હતા. જીજાજીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા માનસિક બિમાર છે. અને તેની પત્નીની એકની એક બહેન હોવાથી તેને આઠ વર્ષથી સાથે રાખે છે. પ્રિયંકાનો બે વર્ષ પહેલાં પણ ગર્ભપાત કરાવ્યો હતો. તે મારું બાળક નહોતું. ગામ જાય છે ત્યારે પણ મારું જ નામ આવે છે. આ બાળક મારું જ હતું. 
 
યુવતીને બચાવવા ગર્ભપાત કર્યો
 
પ્રિયંકાના જણાવ્યા બાદ ડોક્ટરોએ જરૂરી તપાસ કરી હતી. જોકે એમએલસી કેસ નોંધ્યા વગર ડોક્ટરોએ તપાસ શરૂ કરી દીધી હતી. તપાસમાં તેણીના ગર્ભમાં રહેલા બાળકનું મુવમેન્ટ થતું ન હતું. જેથી ડોક્ટરોએ યુવતીને બચાવવા ગર્ભપાત કરી દીધો હતો. જોકે ડોક્ટરોએ એમએલસી ન નોંધતા બેદરકારી સામે આવી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: woman gets abortion hospital and woman say baby from Sister husband in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended