Home »Daxin Gujarat »Latest News »Surat City» Vibrant 2017: Railway Minister Say About Surat World Class Railway Station

વાઈબ્રન્ટમાં રેલવે મંત્રીની જાહેરાત: સુરતને મળશે આ વર્લ્ડ કલાસ નજરાણું

divyabahskar.com | Jan 13, 2017, 08:35 AM IST

  • સુરત રેલ્વે સ્ટેશન પાછળ 645 કરોડ રૂપિયા ખર્ચ કરી આ સ્ટેશનને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવશે
સુરતઃગાંધીનગરમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ગાંધીનગર કેપીટલ રેલ્વે સ્ટેશનના રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સભર હમસફર ટ્રેન અત્યારે અંત્યોદય અને તેજસ જેવી હાઈસ્પીડ તેમજ રૉયલ ટ્રેન પણ મુસાફરો માટે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. ત્યારે આમ જનતાને પ્રતિનિધિત્વ કરતાં મુસાફરોને રેલ્વે સ્ટેશને સુવિધા મળી રહે તે માટે ચાલુ જાન્યુઆરી માસ દરમિયાન 23 રેલ્વે સ્ટેશનોનું પુનઃ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં સુરત રેલ્વે સ્ટેશન પાછળ 645 કરોડ રૂપિયા ખર્ચ કરી આ સ્ટેશનને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં આવશે. 
 
60 માળના ચાર ટાવરો ઉભા કરીને કોમર્શિયલ સેક્ટર ઉભું કરાશે
 
સુરત રેલવે સ્ટેશનના 60 માળના ચાર ટાવરો ઉભા કરીને કોમર્શિયલ સેક્ટર પણ ઉભું કરવામાં આવશે. જેમાં વ્યવસાય અને રોજગારીની વિપુલ તકો હશે. આ ઉપરાંત વડોદરામાં રેલ્વે યુનિવર્સિટી સ્થપાશે તેવી જાહેરાત પણ રેલ્વે મંત્રીએ કરી હતી. તો સ્માર્ટ સીટી સાથે સ્માર્ટ સ્ટેશન બનાવવાની યોજના માટે અર્બન ડેલવપમેન્ટ વિભાગ સાથે પણ રેલ મંત્રાલયે એમઓયું કર્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેપીટલ રેલ્વે સ્ટેશનના રી ડેવલપમેન્ટ અને રેલ્વે ટ્રેક ઉપર પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ અને વડોદરામાં રેલ યુનિવર્સિટી બદલ રેલ્વે મંત્રાલય અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. અને અહીં કોમર્શિયલ સેન્ટર ઉભું કરવામાં આવશે જેમાં વાણિજ્ય પ્રવૃતિને વેગ અપાશે તેમ પણ તેમને કહ્યું હતું. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા થાય એમઓયુ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vibrant 2017: railway minister say about surat world class railway station
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended