Home »Daxin Gujarat »Latest News »Surat City» Varghodo On Truck: Surati Grand Marriage, Bollywood Singer Attractions In Surat

વરઘોડો ઓન ટ્રકઃ સુરતમાં વૈભવી ઠાઠથી લગ્ન, બોલિવૂડ સિંગરે જમાવ્યું આકર્ષણ

divyabhaskar.com | Feb 03, 2017, 17:31 PM IST

  • વેસુના એક પાર્ટી પ્લોટ પર ગુરૂવારે રાત્રે બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નને ટક્કર મારે એવો ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયો
સુરતઃવેસુના એક પાર્ટી પ્લોટ પર ગુરૂવારે રાત્રે બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નને ટક્કર મારે એવો ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયો હતો. શહેરમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના દીકરાના વૈભવી ઠાઠથી લગ્ન યોજાયા હતા. જેમાં વરધોડો એક હેવી ટ્રક પર લઈ જવામાં આવ્યો છે. જેમાં બોલિવૂડ સિંગર્સના સોંગ પર જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
 
કરોડો રૂપિયાના ખર્ચે યોજાયા લગ્ન
 

શહેરમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના દીકરાના ગુરૂવારે લગ્ન હતા. આ આયોજન વીઆઈપી રોડના એક ભવ્ય પ્લોટ પર કરાયું હતું. કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીકરાના લગ્નનું આયોજન કર્યું હતું. આ મોભાદાર લગ્ન પ્રસંગમાં મહાપાલિકાના મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથે કલેક્ટર કચેરી તથા જિલ્લા સેવાસદનના ઘણા અધિકારીઓ પણ આ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા. રેવન્યુ અને પાલિકાના ખેડૂત ખાતેદારના પરિવાર સાથે ઘરોબો ધરાવતા ઘણાં કર્મચારીઓ પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.
 
વરઘોડા માટે એક હેવી ટ્રક તૈયાર કરવામાં આવ્યો
 
વરઘોડા માટે એક ટ્રક તૈયાર કરવામાં આવ્યો હતો. વરઘોડાની સાથે એલ.ઇ.ડી ડિસપ્લે પણ મૂકવામાં આવે હતી. આ એલ.ઇ.ડી ડિસપ્લે પર બ્રાઇડ અને ગ્રુમનાં ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા. આ સાથે ફેમિલીએ આપેલા શુભેચ્છાઓ અને લગ્ન પહેલાની સંગીત સેરેમનીનાં વિઝ્યુઅલ્સ પણ મૂકવામાં આવ્યા હતા. આ એલ.ઇ.ડી ડિસપ્લે એક જુદી ટ્રક સાથે લઇ જવામાં આવે હતી. જેનું રેન્ટ પણ 2.5 લાખથી લઇને 7.5 લાખ સુધીનું હોય છે. 
 
બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નને ટક્કર મારે એવો સેટ ઉભો કર્યો
 
વરઘોડા માટે સાત ઘોડાની બગી લગાવવામાં આવી હતી. જેમાં વરરાજો બિરાજમાન થયો હતો. બોલિવૂડ સિંગર સલિમ મરચન્ટ સાથે તેની ટીમને બોલાવવામાં આવી હતી. ડી.જે અને એનાં સુશોભન માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે લગ્ન સ્થળે બોલિવૂડ સેલિબ્રિટીના લગ્નને ટક્કર મારે એવો કરોડો રૂપિયાના ખર્ચે સેટ ઉભો કરવામાં આવ્યો હતો. જ્યારે લગ્ન મંડપને પણ ભવ્યાતિ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. 
 
વરઘોડાને લઈને વિવાદ સર્જાયો
 
વરઘોડા માટે કેટલીક હેલોજન લાઇટ પાલિકાના થાંભલા પર ફિટ કરીને પાલિકાની જ વીજળી વાપરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિભાગ પાસે આ માટે કોઈ મંજુરી લેવાઈ નથી. કે પાલિકાના પાવરનો ઉપયોગ કરવા તેમણે કોઈ જાણકારી સુદ્ધા કરી નથી. જેથી કાયદાનો સકંજો આવી શકે એમ છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: varghodo on truck: surati grand marriage, bollywood singer Attractions in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended