Home »Daxin Gujarat »Latest News »Surat City» Under Ground Tunnel Built For Bucket System As Dubai In Smart City Surat

સુરતમાં રસ્તા ખોદવા નહીં પડે! દુબઇની જેમ અંડરગ્રાઉન્ડ બનાવાશે ટનલ

Vishal Vyas, Surat | Dec 19, 2016, 10:55 AM IST

  • સિટીની 7 ટીપી સ્કીમમાં કેબલ-પાણીની લાઇન નાંખવા દુબઇનીની જેમ બકેટ સિસ્ટમ ઊભી કરાશે
સુરતઃ સુરતને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ લોકોને પણ સ્માર્ટ સોલ્યુશનને કારણે ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે તેઓની સમસ્યાનુ નિરાકરણ થઇ શકે તે દિશામાં પાલિકાએ પ્રયાસ શરૂ કર્યા છે. સિટીની 7 ટીપી સ્કીમમાં કેબલ-પાણીની લાઇન નાંખવા દુબઇનીની જેમ બકેટ સિસ્ટમ ઊભી કરાશે.
 
કેબલ નાખવા કે પાણીની લાઇનમાં ભંગાણ પડે તો રીપેર કરવા રસ્તા ખોદવા નહીં પડે
 
કેબલ નાંખવા માટે અત્યારે શહેરના મોટા ભાગના રસ્તા ખોદી નાંખવામાં આવતા હોય છે. 80 ફુટ અને તેના કરતા વધુ પહોળા રસ્તા પર ફૂટપાથ અને ત્યાર પછીના સર્વિસ રોડની વચ્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવા માટે તથા પાણી અને ડ્રેનેજની લાઇન નાંખવા માટે બકેટ સિસ્ટમ ઊભી કરાશે. આ માટે પાલિકાએ સ્માર્ટ સિટી હેઠળ વિવિધ એજન્સી પાસે ઓફર મંગાવવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધા છે. જેથી કોઇ પણ એજન્સીએ રસ્તો ખોદ્યા વિના પોતાના કેબલ સરળતાથી નાંખી શકશે. આ ઉપરાંત રસ્તાની બીજી તરફ પાણી અને ડ્રેનેજ લાઇન પણ આજ રીતે બકેટ સિસ્ટમ થકી ઊભી કરવામાં આવનાર છે.તેના કારણે પાણીની લાઇનમાં કે ડ્રેનેજની લાઇનમાં ભંગાણ પડે તો તેની જાણ પાલિકાને તાત્કાલિક થાય અને બકેટમાં ઉતરીને ઝડપથી તેને રીપેર પણ કરી શકે તે પ્રમાણે કામગીરી શરૂ થશે.
 
પહેલા ફેઇઝમાં 25 કિમીમાં સિસ્ટમ તૈયાર કરાશે
 
સ્માર્ટ સિટીની જાહેરાત 25 જૂને કરવામાં આવી હતી.તેથી આગામી 25 જૂને સ્માર્ટ સિટીની જાહેરાત કર્યાને ત્રણ વર્ષ પુરા થવાના છે. ત્યારે આ સિસ્ટમ પહેલા ફેઇઝમાં 25 કિલોમીટરમાં તૈયાર કરી દેવામાં આવે તે માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 
- થેન્નારસન, કમિશનર, મનપા
આ સાત ટીપી સ્કીમમાં બકેટ સિસ્ટમ ઊભી થશે 
 
ટીપી    વિસ્તાર
7    આંજણા
8    ઉમરવાડા
19    પરવત મગોબ
33    ડુંભાલ 
34    મગોબ ડુંભાલ 
53    મગોબ ડુંભાલ 
64    ડુંભાલ મગોબ
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બકેટ સિસ્ટમમાં શું સુવિધા રહેશે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: under ground tunnel built for bucket system As Dubai in smart city Surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext