Home »Daxin Gujarat »Latest News »Surat City» Two Woman Fight Live, Fight Between Two Woman At Family Court In Surat

સુરતઃ ફેમિલિ કોર્ટમાં બે મહિલાઓ વચ્ચે થઈ મારામારી, લાઈવ દ્રશ્યો

divyabhaskar.com | Mar 17, 2017, 18:00 PM IST

  • પારીવારિક ઝઘડાને લઈને બે પક્ષની મહિલાઓ આમને-સામને આવી ગઈ
સુરતઃશહેરની ફેમિલિ કોર્ટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પારીવારિક ઝઘડાને લઈને બે પક્ષની મહિલાઓ આમને-સામને આવી ગઈ હતી. બોલાચાલી બાદ બન્ને મહિલાઓ મારામારી પર ઉતરી આવી હતી. જોકે આ મારામારી કોર્ટમાં આવેલા લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી.
 
મારામારીના ફિલ્મી દ્રશ્યો જોઈને કોર્ટમાં આવેલા લોકો ચોંકી ગયા
 
સુરતની ફેમિલિ કોર્ટમાં પારીવારિક ઝઘડાને લઈને બે મહિલા પક્ષકારો હાજર રહી હતી. બન્ને મહિલાઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી ચાલી રહી હતી. દરમિયાન આ બોલાચાલીમાં જોત જોતામાં મારામારી શરૂ થઈ ગઈ હતી. આ ફિલ્મી દ્રશ્યો જોઈને કોર્ટમાં આવેલા લોકો ચોંકી ગયા હતા. જોકે આ બાબતે એક વકીલે મહિલા પર હાથ ઉઠાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાલ આ મામલો ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: two woman fight live, fight between two woman at family court in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended