Home »Daxin Gujarat »Latest News »Surat City» Two Thief Theft Mobile Phone From Garment Shop In Surat, Caught In CCTV

સુરતઃ સગીર વયના બે ચોરે ગારમેન્ટની દુકાનમાં હાથ કર્યો સાફ, CCTV

divyabhaskar.com | Mar 19, 2017, 16:08 PM IST

  • ગાર્મેન્ટની દુકાનમાં બે સગીર વયના ચોરોએ મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યા
સુરત:ઉધના હરીનગર વિસ્તારમાં આવેલ ગાર્મેન્ટની દુકાનમાં બે સગીર વયના ચોરોએ રૂપિયા પંદર હજારના મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. દુકાન ખુલી મૂકી માલિક થોડીવાર માટે બહાર ગયો હતો. દરમિયાન બે ચોરે હાથ સાફ કરી નાખ્યો હતો. બંને સગીરોએ દુકાન માલિકની ગેરહાજરીનો સંપૂર્ણ લાભ ઉઠાવી શિફ્ટપૂર્વકની ચોરી કરી હતી. જે ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 
 
ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ
 
સીસીટીવી ફૂટેજમાં સૌ પ્રથમ બંને ચડીધારી ચોર જાણે ગ્રાહક બનીને આવ્યા હોય તેમ દુકાનમાં પ્રવેશ કરે છે. બંને ચોર દુકાનમાં ચારે તરફ નજર ફેરવી ચોરી કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. ત્યારબાદ દુકાનના કાઉન્ટર પર એક ચોર હાથ મારી મોબાઈલની ચોરી કરે છે અને બાદમાં પોતાના સાથીને આ મોબાઈલ આપી દે છે. જે મોબાઈલ આ ચોર પોતાના ખિસ્સામાં નાખતો સીસીટીવીમાં કેદ થઈ જાય છે. આખરે મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ચોર ત્યાંથી ફરાર થઈ જાય છે. અને બાદમાં દુકાનમાં પરત ફરેલા માલિકને પોતાના મોબાઈલ ચોરી થયાની જાણ થાય છે. 
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: two thief theft mobile phone from garment shop in surat, caught in CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended