Home »Daxin Gujarat »Latest News »Surat City» Train Hit To Woman And Woman Trapped Under Train Near Railway Station In Surat

સુરતઃ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે ફસાઈ મહિલા, Live રેસ્ક્યુ

divyabhaskar.com | Mar 20, 2017, 09:43 AM IST

  • મહિલા ટ્રેનની અડફેટે આવી ટ્રેનની નીચે ફસાઈ ગઈ
સુરતઃરેલવે સ્ટેશન નજીક એક મહિલા ટ્રેન અડફેટે આવી ગઈ હતી. અને અડફેટે આવ્યા બાદ ટ્રેનની નીચે ફસાઈ ગઈ હતી. જેથી મહિલાએ બુમાબુમ કરી મૂકતા હોબાળા મચી ગયો હતો. ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. 
 
રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી
 
સુરત રેલવે સ્ટેશન પરથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીકળી હતી. દરમિયાન થોડી દૂર જતા જ એક મહિલા ટ્રેનની અડેફેટે આવી ગઈ હતી. અને ટ્રેનની નીચે ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે મહિલા બચી ગઈ હતી. જેથી તેણે ટ્રેન નીચેથી જ બુમાબુમ કરી મૂકી હતી. લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને આ અંગેની જાણ રેલવેના તંત્રને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને 25 મનિટ ટ્રેનો થંભાવી રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલી મહિલાને 108ની મદદથીસ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.
 
ટ્રેન ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મહિલાનો જીવ બચી ગયો
 
ટ્રેનની અડફેટે આવેલી મહિલા ક્યાં કારણોસર અડફેટે આવી તેનું કારણ તો હાલ અકબંધ છે ત્યારે મહિલાના સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ હકીકત જાણી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્રેન ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: train hit to woman and woman trapped under train near railway station in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended