Home »Daxin Gujarat »Latest News »Surat City» Three Year Old Son Murder By Father At Festival Of Dhuleti In Surat

સુરતઃ 'આ પુત્ર મારો નથી', પત્નીના આડાસંબંધના વહેમમાં માસૂમની હત્યા

divyabhaskar.com | Mar 14, 2017, 10:46 AM IST

  • પત્નીના આડાસંબંધના વહેમમાં પુત્રની પિતાએ કરી કરપીણ હત્યા
સુરતઃ સુરતમાં  ધૂળેટીનો તહેવાર ચૌધરી પરિવાર માટે લોહિયાળ સાબિત થયો છે. પત્નીના આડા સંબંધના વહેમમાં પોતાના પાંચ વર્ષીય માસૂમ પુત્રની પિતાએ જ કરપીણ હત્યા કરી દેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ બાળક મારું નથી તેમ કહી પત્ની સાથે ઝઘડા કરનારા પતિએ આખરે પુત્રની હત્યા કરી નાખી હતી. જોકે હત્યારા પિતાને સ્થાનિક લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ લિંબાયત પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. 
 
આડાસંબંઘને લઈને ઝઘડાઓ ચાલતા હતા
 
લિંબાયતના પરવટ ખાતે આવેલી ખાડી ફળિયામાં રહેતા અને હજીરાની એક કંપનીમાં કામ કરી રહેલા સંજય સુમનભાઈ ચૌધરી (ઉ.વ.24)એ સોનલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ સંતાનમાં એક પુત્ર એક્સેલની પ્રાપ્તિ થઈ હતી. જ્યારથી પુત્રનો જન્મ થયો ત્યારથી પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો ચાલતો હતો. સંજય હંમેશા કહેતો હતો કે મારું સંતાન નથી. પત્નીના અન્ય પુરુષ સાથેના આડા સંબંધોનું આ પરિણામ છે. 
 
પુત્રની હત્યા કરી પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
 
રોજના આ ઝઘડાએ  ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વહેલી સવારે ઘરમાં ભર નિંદર માણી રહેલા પાંચ વર્ષીય એલેક્સ નામના માસૂમના ગળાંના ભાગે પિતા સંજયે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે પોતે પણ હાથના ભાગે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 
 
પિતાને ઝપ઼ડપી પાડી માર માર્યો
 
પત્નીએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને હત્યારા પિતાને ઢોર માર માર્યો હતો. જ્યાં ઈજાગ્રસ્ત હત્યારા પિતાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ સહિત ડીસીપી ,એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને હત્યાપા પિતાની ઘરપકડ કરી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. 
 
આડાસંબંઘના વહેમમાં હત્યા
 

પોલીસ તપાસમાં હત્યારા સંજયની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સબંધના વહેમમાં ઝઘડા ચાલી રહ્યા હતા. આજ રોજ વહેલી સવારે પણ બંને વચ્ચે રકઝક થઈ હતી. જે બાદ ભર નિંદર માણી રહેલા પાંચ વર્ષીય માસૂમનું સંજયે હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: three year old son murder by father at festival of dhuleti in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended