Home »Daxin Gujarat »Latest News »Surat City» Three Friends Injured In Accident Between Car And Bike At High Way In Surat

સુરતઃ બાઈક પર જતાં ત્રણ મિત્રોને કારે ઉડાવ્યા, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

divyabhaskar.com | Dec 17, 2016, 17:14 PM IST

  • જીયાવ બુડીયા હાઈ-વે પર એક ઈનોવા કારે બાઈક સવાર ત્રણ મિત્રોને ઉડાવ્યા
સુરતઃ સચિન-મગદલ્લા રોડ પર જીયાવ બુડીયા પાસે આજે(શનિવાર) એક ઈનોવા કારે બાઈક સવાર ત્રણ મિત્રોને ઉડાવ્યા હતા. જેથી બાઈક સવાર ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ત્રણેયને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
 
ફુલ સ્પીડમાં આવતી ઈનોવા કારે બાઈકને ઉડાવી
 
મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદના અને સુરતમાં રહેતા ભાવશી ચેતન માવી કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે. 20 દિવસ પહેલાં તેના બે મિત્રો રાકેશ જશુ પાકી અને મનોજ લાલશી મેડા કામ અર્થે સુરત આવ્યા હતા. આજ રોજ ભેસ્તાનમાં એક સંબંધીને મળી પરત ફરી રહ્યા હતા. દરમિયાન જીયાવ બુડીયા પાસે રોડ ક્રોસ કરતા સમયે ફુલ સ્પીડમાં આવતી ઈનોવા કારે ઉડાવ્યા હતા. અને બાઈક સાથે ત્રણેય મિત્રો ફૂટપાથ પર પકડાયા હતા. જેથી ત્રણેય મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખઆતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: three friends injured in accident between car and bike at high way in surat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext